સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે મહેસાણામાં 18 પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| AI IMAGE |
Mehsana News: મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા 18 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીનો હુકમ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં લીવ રિઝર્વ પર મુકાયેલા 13 પીઆઈને જુદા જુદા પોલીસ સ્ટેશન તેમજ શાખાઓમાં નિમણૂક આપવામાં આવી છે. જ્યારે લાંઘણજ, વડનગર, સાયબર ક્રાઈમ, કડી અને વિજાપુર પોલીસ મથકના પીઆઈની અન્ય જગ્યાએ બદલી કરાઈ છે.
2 PI ને લીવ રિઝર્વમાં મુકી દેવાયા
બદલી પામેલા પોલીસ ઇન્સ્પેક્ટરોમાં નીચે મુજબનો સમાવેશ થાય છે. હાલમાં કડી અને વિજાપુર પોલીસ મથકોએ ફરજ બજાવતા બે પોલીસ ઇન્સ્પેક્ટરને લીવ રિઝર્વ પર મુકાયા છે. જેમાંથી પીઆઈ જી.આર.રબારીને અન્ય હુકમ ન થાય ત્યાં સુધી એસઓજી શાખા, મહેસાણાનો વધારાનો ચાર્જ સંભાળવાનો આદેશ કરાયો છે.
| ક્રમ | પીઆઈનું નામ | હાલની ફરજનું સ્થળ | ક્યાં બદલી |
| ૧. | એ.એસ.રબારી | લીવ રિઝર્વ | કડી પોલીસ સ્ટેશન |
| ૨. | એમ.સી.પટેલ | લીવ રિઝર્વ | વિસનગર તાલુકા |
| ૩. | એ.આર.પટેલ | લીવ રિઝર્વ | મહેસાણા બી ડિવિઝન |
| ૪. | પી.આર.કરેણ | લીવ રિઝર્વ | ખેરાલુ પોલીસ સ્ટેશન |
| ૫. | આર.એલ.પારઘી | લીવ રિઝર્વ | મહેસાણા એ ડિવિઝન |
| ૬. | એમ.એન.દવે | લીવ રિઝર્વ | વડનગર પોલીસ સ્ટેશન |
| ૭. | શ્રીમતી એન.જી.ગોહીલ | લીવ રિઝર્વ | નંદાસણ પોલીસ સ્ટેશન |
| ૮. | સુશ્રી એ.આર.વાઘેલા | લીવ રિઝર્વ | મહિલા પોલીસ સ્ટેશન |
| ૯. | એ.એમ.ગેલોત | લીવ રિઝર્વ | લાંઘણજ પોલીસ સ્ટેશન |
| ૧૦. | કે.ડી.રાવલ | લીવ રિઝર્વ | મોઢેરા પોલીસ સ્ટેશન |
| ૧૧. | આર.જે.ચૌહાણ | લીવ રિઝર્વ | વિજાપુર પોલીસ સ્ટેશન |
| ૧૨. | વાય.એ.પરમાર | લાંઘણજ | સાયબર ક્રાઈમ |
| ૧૩. | એ.એન.ગઢવી | વડનગર | બેચરાજી પોલીસ સ્ટેશન |
| ૧૪. | એમ.એન.ભડેલીયા | લીવ રિઝર્વ | સતલાસણા પોલીસ સ્ટેશન |
| ૧૫. | ડી.જી.બડવા | સાયબર ક્રાઈમ | બાવલુ પોલીસ સ્ટેશન |
| ૧૬. | ઓ.પી.સીસોદીયા | કડી | લીવ રિઝર્વ |
| ૧૭. | જી.આર.રબારી | વિજાપુર | લીવ રિઝર્વ |
| ૧૮. | એસ.એસ.આનંદ | લીવ રિઝર્વ | એલઆઈબી શાખા |








