Gujarat

મહેસાણામાં જાવેદે હિન્દુ નામ 'રાહુલ' ધારણ કરીને યુવતીને ફસાવી, ગેસ્ટહાઉસમાં રંગેહાથ ઝડપાયો, દુષ્કર્મની ફરિયાદ

By GS TEAM
22 Feb 20262 mins read
TukuTouch Logo
મહેસાણાના ખેરાલુમાં એક ગામમાં 20 વર્ષીય યુવતી પર નામ બદલીને દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. મોહમદ જાવેદ નામના યુવકે 'રાહુલ પટેલ' નામનું નકલી નામ ધારણ કરીને યુવતીને ફસાવી હતી. તેના ફોટો અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી તેને ગેસ્ટ હાઉસમાં મળવા માટે બોલાવી હતી. જો કે ત્યાં ટોળાંએ તેને રંગેહાથે ઝડપી લેતા મારમારી અધમુખો કરી નાખ્યો હતો. યુવકના પિતા વચ્ચે પડતાં તેમને પણ ઢોર મારવામાં આવ્યો હતો. સમગ્ર મામલે યુવતીએ દુષ્કર્મની તો ઈજાગ્રસ્ત યુવકના ભાઈએ મારામારીની ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહેસાણામાં જાવેદે હિન્દુ નામ 'રાહુલ' ધારણ કરીને યુવતીને ફસાવી, ગેસ્ટહાઉસમાં રંગેહાથ ઝડપાયો, દુષ્કર્મની ફરિયાદ

Mehsana News: મહેસાણાના ખેરાલુમાં એક ગામમાં 20 વર્ષીય યુવતી પર નામ બદલીને દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. મોહમદ જાવેદ નામના યુવકે 'રાહુલ પટેલ' નામનું નકલી નામ ધારણ કરીને યુવતીને ફસાવી હતી. તેના ફોટો અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી તેને ગેસ્ટ હાઉસમાં મળવા માટે બોલાવી હતી. જો કે ત્યાં ટોળાંએ તેને રંગેહાથે ઝડપી લેતા મારમારી અધમુખો કરી નાખ્યો હતો. યુવકના પિતા વચ્ચે પડતાં તેમને પણ ઢોર મારવામાં આવ્યો હતો. સમગ્ર મામલે યુવતીએ દુષ્કર્મની તો ઈજાગ્રસ્ત યુવકના ભાઈએ મારામારીની ફરિયાદ નોંધાવી છે. 

શું છે સમગ્ર મામલો?

ખેરાલુના યુવક મોહમદ જાવેદ નૂરમહમદ સીધીએ પોતાની સાચી ઓળખ છુપાવી યુવતીને 'રાહુલ પટેલ' નામ આપી મિત્રતાના સંબંધો બાંધ્યા હતા. આ સમયગાળામાં આરોપીએ યુવતીના ફોટા તેના મોબાઈલમાં રાખ્યા હતા, જે બાદ તેની સાચી ઓળખ આપી યુવતીને ફોટા વાઈરલ કરી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું હતું. આ દરમિયાન આરોપીએ શનિવાર 21 ફેબ્રુઆરીના રોજ એક ગેસ્ટ હાઉસમાં લઈ જઈને ધમકી આપી શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેનો ફરિયાદમાં પણ યુવતીએ ઉલ્લેખ કર્યો છે. ગેસ્ટ હાઉસમાં રંગેહાથ યુવક ઝડપાઇ જતાં તેને ટોળાંએ માર માર્યો હતો, જોગાનુજોગ તે જ સમયે યુવકના પિતા ઝઘડો જોઈને જોવા જતાં તેમણે જાણ થઈ હતી કે પોતાના જ દીકરાને મારા મારવામાં આવી રહ્યો છે, તેને બચાવવા જતાં પિતાને પણ ગડદાપાટુંનો માર મારવામાં આવ્યો હતો. 

બેભાન યુવકના ભાઈએ ફરિયાદ નોંધાવી

યુવતીએ હિંમતથી કરેલી ફરિયાદ બાદ પોલીસે યુવક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(1) અને 351(2) પ્રમાણે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. તો સામે પક્ષે યુવકના ભાઈએ અજાણ્યા ઈસમો સામે ભાઈ-પિતાને માર માર્યાની ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં  GJ-02-AU-9655 નંબરની સીએનજી રિક્ષા લઈને આવેલા શખસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: ઘર ખરીદવું કે ભાડે રહેવું? પ્રોપર્ટીના વધતા ભાવ વચ્ચે સમજો કયો વિકલ્પ બેસ્ટ, જાણો વિગતવાર

અજાણ્યા શખ્સો મોહમદ જાવેદ નૂરમહમદ સીધીને ઢોર માર મારી મલેકપુર ગામના રામદેવપીર મંદિર પાછળ છોડી ચાલ્યા ગયા હતા. જેની અજાણ્યા ફોન નંબર દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી, ત્યાં જાવેદ બેભાન હાલતમાં મળી આવ્યો હતો, તે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ યુવક બેભાન હાલતમાં હોવાથી હુમલા અને ઘટનાક્રમ અંગેની વિગતો બહાર આવી નથી. પરંતુ પોલીસે દુષ્કર્મ અને મારામારી બંને કેસમાં તપાસ શરૂ કરી દીધી છે.