Get The App

મહેસાણા: હાઈવે પર ખાનગી બસ રોંગ સાઈડમાં ટ્રક સાથે અથડાતા 2નાં મોત, 13 મુસાફરો ઈજાગ્રસ્ત

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
મહેસાણા: હાઈવે પર ખાનગી બસ રોંગ સાઈડમાં ટ્રક સાથે અથડાતા 2નાં મોત, 13 મુસાફરો ઈજાગ્રસ્ત 1 - image


Mehsana Accident: મહેસાણા-રાજસ્થાન હાઈવે પર આજે (12મી મે) વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. અમદાવાદ તરફ જઈ રહેલી એક ખાનગી બસના ચાલકે ટ્રાફિકના નિયમો નેવે મૂકી રોંગ સાઈડમાં બસ હંકારી ટ્રક સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા હતી, જ્યારે 13 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડ્યા હતા.

બસ અને ટ્રકના કુરચેકુરચા ઉડ્યા

મળતી માહિતી અનુસાર, અકસ્માત એટલો જોરદાર હતો કે બસ અને ટ્રક બંનેના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. લક્ઝરી બસનો ચાલક પૂરઝડપે રોંગ સાઈડ પર બસ ચલાવી રહ્યો હતો અને સામેથી આવતી ટ્રક સાથે સીધી ટક્કર થઈ હતી. અકસ્માતને પગલે હાઈવે પર મુસાફરોની ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી.

ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં 2 વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. જ્યારે બસમાં સવાર અન્ય 13 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

આ પણ વાંચો: અમદાવાદ: જુહાપુરામાં ટ્રકચાલકે બાઈક સવાર પરિવારને 70 મીટર સુધી ઢસડ્યો, કાળજું કંપાવતા CCTV આવ્યા સામે

108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને મહેસાણાની સિવિલ હોસ્પિટલ અને નજીકની ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા મુજબ, ઈજાગ્રસ્તો પૈકી કેટલાકની હાલત અત્યંત ગંભીર છે. અકસ્માતને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ હાથ ધરી છે.