ગુજરાતમાં મેઘતાંડવ: નવસારીમાં 15 શ્રમિકોને એરલિફ્ટ કરાયા, રાજ્યભરમાંથી 38,000થી વધુ લોકોનું સ્થળાંતર!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Rain Effect: દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં અવિરત વરસાદથી ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ જોવા મળી રહી છે. નવસારી, વલસાડ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, ત્યારે નવસારીમાં ગણદેવીના મેંધર ભાટ ગામે ઝીંગાના તળાવમાં ફસાયેલાં 15 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા. વરસાદની વિકટ પરિસ્થિતિમાં રાજ્યભરમાંથી 38,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
નવસારીમાં 15 શ્રમિકોને એરલિફ્ટ કરાયા
નવસારીમાં અવિરત વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. તેવામાં ગણદેવીના મેંધર ભાટ ગામે છેલ્લા 18 કલાકથી ફસાયેલાં મજૂરોની મદદે કોષ્ટ ગાર્ડની ટીમ પહોંચી હતી. આમ, મેંધર ભાટ ગામે ઝીંગાના તળાવમાં ફસાયેલાં 15 લોકોને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ફસાયેલાં મજૂરોએ વીડિયો મારફતે મદદ માગી હતી.
હાલોલ-શામળાજી હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા
પંચમહાલના શહેરામાં મોડી રાત્રિથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો.જેમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, ત્યારે ભારે વરસાદને પગલે હાલોલ-શામળાજી હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. હાઇવે પર ભરાયેલા વરસાદી પાણીનો ઝડપી નિકાલ કરવા JCBની મદદથી હાઇવેના ડિવાઇડર તોડવાની ફરજ પડી હતી. કટ આઉટ પુરાતા માટી હટાવીને વરસાદી પાણીનો નિકાલ થાય તેવી કામગીરી હાથ હાથધરાઈ હતી. દર વર્ષે ભરાતા વરસાદી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા વાહનચાલકોની માગ કરી હતી.
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC) અહેવાલ મુજબ, 24 જુલાઈએ સવારે બે કલાકમાં વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભાભર, અરવલ્લીના ધનસુરા, અમરેલીના લીલિયા અને પાટણના સાંતલપુર તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
38600થી વધુ લોકોનું સ્થળાંતર
ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમિયાન અત્યાર સુધીમાં વહીવટી તંત્ર દ્વારા 38,653 નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 5,547 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC), ગાંધીનગરના અહેવાલ મુજબ, કોઈપણ કટોકટીને પહોંચી વળવા વિવિધ જિલ્લાઓમાં NDRF અને SDRFની 49 ટીમો તૈનાત કરાઈ છે. આ ઉપરાંત અમદાવાદ, નવસારી અને વલસાડ ખાતે ભારતીય સેનાની 2-2 ટીમો પણ ડિપ્લોય કરવામાં આવી છે.

આ ઉપરાંત વડોદરા ખાતે એરફોર્સની ટીમ દ્વારા નાગરિકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. જ્યારે કોસ્ટ ગાર્ડની ટીમ દ્વારા નવસારી, વલસાડ અને તાપીના વિસ્તારોમાં એરિયલ સર્વેની કામગીરી ચાલી રહી છે. વધુમાં, કોસ્ટ ગાર્ડ દ્વારા બીલીમોરા અને ગણદેવીમાં પૂરના પાણીમાં ફસાયેલા નાગરિકોને બચાવવાની કામગીરી પણ પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે.

ભારે વરસાદને કારણે લીલીયાના મફત પ્લોટ વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. ગોઠણસમાં પાણી ભરાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને ઘરમાં પાણી ભરાતા લોકોની ઘર વખરીને પણ નુકશાન થયું છે.









