Gujarat

ભરૂચ જિલ્લાના ઝઘડીયા અને નેત્રંગ તાલુકામાં કોવિડ-૧૯ રસીકરણની મહાઝુંબેશ યોજાઈ

By GS Team
6 Dec 20211 min read
This article was originally published on 6 Dec 2021
ભરૂચ જિલ્લાના ઝઘડીયા અને નેત્રંગ તાલુકામાં કોવિડ-૧૯ રસીકરણની મહાઝુંબેશ યોજાઈ

ભરૂચ: સરકાર દ્વારા કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ ચાલુ છે. જે અન્વયે ભરૂચ જિલ્લાના તમામ તાલુકામાં કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ પુરજોશમાં કાર્યરત છે.   


કલેકટર  તુષારભાઇ સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના નેત્રંગ અને ઝઘડીયા તાલુકામાં અનુક્રમે ૩૦ અને ૬૨ રસીકરણ કેન્દ્રો ખાતે કોવિડ-૧૯ વેકસીનેશનના ડોઝ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આજે સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં નેત્રંગ તાલુકાના કુલ-૩૦ સ્થળોએ ૬૧૧૧ અને ઝઘડીયા તાલુકાના કુલ-૬૨ સ્થળોએ ૧૨૩૫૧ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.  


આરોગ્ય વિભાગ ધ્વારા નેત્રંગ અને ઝઘડીયા તાલુકામાં અનુક્રમે ૩૦ અને ૬૨ જેટલાં વેક્સીનેશન સેન્ટરો ઉભા કરી વેક્સીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોબાઈલ ટીમો ધ્વારા પણ ઉક્ત બંન્ને તાલુકામાં વેક્સીનનો ડોઝ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા વેક્સીનનો ડોઝ લેનારને વિનામૂલ્યે ૧ લીટર ખાદ્યતેલનું વિતરણ કરાયું હતું. સમગ્ર ભરૂચ જિલ્લામાં સાંજે ૦૫:૦૦ કલાક સુધીમાં ૨૨૫૮૫ વ્યક્તિઓનું રસીકરણ કરાયું હોવાનું આરોગ્ય વિભાગ ભરૂચ ધ્વારા જણાવ્યું હતું.