Massive Fire On Tyre Godown in Mundra: કચ્છના મુન્દ્રાના ધ્રબ ગામ પાસે ટાયરના ગોડાઉનમાં ભયંકર આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ગોડાઉનમાં ટાયર, પ્લાસ્ટિક અને રબર હોવાના કારણે આગ વિકરાળ બની હતી. ભીષણ આગના બનાવમાં દૂર દૂર સુધી કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
મુન્દ્રાના ધ્રબ ગામ પાસે ટાયરના ગોડાઉનમાં ભયંકર આગ
મુન્દ્રના ધ્રબ ગામ પાસેના ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવને પગલે ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં આગને કાબૂમાં લેવા માટે ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: અમરેલી જિલ્લા માટે કાળમુખો ગુરુવાર! અલગ-અલગ 3 ઘટનામાં 3 લોકોએ ગુમાવ્યો જીવ!
ગોડાઉનમાં ટાયરનો જથ્થો હોવાથી આગ વિકરાળ બની હતી. આગ લાગવા પાછળનું કારણ જણાયું નથી. જો કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ બનાવમાં કોઈ જાનહાનિ પહોંચી ન હતી. સમગ્ર મામલે પોલીસ અને ફાયરની ટીમ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


