Get The App

વાઘોડિયા ચોકડી પર કેમિકલ વેસ્ટના ગોડાઉનમાં ભીષણ આગ,આગનું વિકરાળ રૃપ જોઇ વાહન ચાલકોમાં ગભરાટ

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
વાઘોડિયા ચોકડી પર કેમિકલ વેસ્ટના ગોડાઉનમાં ભીષણ આગ,આગનું વિકરાળ રૃપ જોઇ વાહન ચાલકોમાં ગભરાટ 1 - image

વડોદરાઃ વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં હાઇવે પર આજે રાત્રે એક ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં વાહનચાલકો તેમજ આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

વાઘોડિયા ચોકડી પાસે આવેલા ગોડાઉનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.પરંતુ થોડી જ વારમાં આગ ઝડપભેર પ્રસરી જતાં વિકરાળ સ્વરૃપ જોવા મળ્યું હતું.

બનાવને પગલે એક કિમી વિસ્તારમાં ધુમાડા છવાયા હતા.જેને કારણે ત્યાંથી  પસાર થતા વાહનચાલકો તેમજ રહીશોમાં ગભરાટ ફેલાયો હતો.આ વિસ્તારના ગોડાઉનોમાં આગ લાગવાના  વારંવાર બનાવો બનતા હોવાથી ફાયર સેફ્ટીની સુવિધા રાખવામાં આવે તે જરૃરી છે.

ઉપરોક્ત  બનાવમાં ગોડાઉનમાં કેમિકલ વેસ્ટનું પ્રમાણ વધુ હોવાનું જણાઇ આવ્યું હતું.જેને કારણે આગ કાબૂમાં લેતાં નાકે દમ આવી ગયો હતો.પાણીગેટ અને ઇઆરસીની બે ટીમો કામે લાગી હતી અને બે કલાકે આગ નું જોર ઘટયું હતું.