Gujarat

અમદાવાદ: સાણંદ GIDCની કંપનીમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં, કોઈ જાનહાનિ નહીં

By GS TEAM
3 May 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સાણંદ GIDCમાં રવિવાર(3 મે) આગની દુર્ઘટના ઘટી હતી. GIDCમાં વન્ડર ગેટ નજીક આવેલી IPD નામની ખાનગી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે કંપનીમાં રહેલો પાર્ટ્સનો જથ્થો અને ટ્રોલીઓ જોતજોતામાં આગની ઝપેટમાં આવી ગઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: સાણંદ GIDCની કંપનીમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં, કોઈ જાનહાનિ નહીં

Massive Fire Breaks Out Sanand GIDC : અમદાવાદના સાણંદ GIDCમાં રવિવાર(3 મે) આગની દુર્ઘટના ઘટી હતી. GIDCમાં વન્ડર ગેટ નજીક આવેલી IPD નામની ખાનગી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે કંપનીમાં રહેલો પાર્ટ્સનો જથ્થો અને ટ્રોલીઓ જોતજોતામાં આગની ઝપેટમાં આવી ગઈ હતી.

સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ

પ્રાપ્ત વિગતો મુજબ, સાણંદ GIDCમાં કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાતી હતી. એકાદ કલાકથી વધુ સમય સુધી કંપનીમાં આગ રહી હતી. આગના બનાવને પગલે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત

ફાયર બ્રિગેડની કામગીરી

ફાયર વિભાગની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી. કલાકોની જહેમત બાદ આગ પર આંશિક કાબૂ મેળવી શકાયો હતો. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. 

કંપનીના પ્રવક્તાએ શું કહ્યું? 

ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અમારા વેરહાઉસમાં લાગેલી આગ પર ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જેમાં કોઈને ઈજા થઈ નથી. આ ઘટનામાં મુખ્ય શોપ ફ્લોર સુધી અસર થઈ નથી અને કોઈપણ વિક્ષેપ વગર કામગીરી ચાલુ રહી હતી. સમગ્ર મામલે અમે ફાયર-પોલીસની ટીમને આગના કારણની તપાસમાં સહકાર આપી રહ્યા છીએ. કર્મચારીઓ અને સુરક્ષા પ્રોટોકોલ અમારા માટે પ્રાથમિક સ્થાને છે."