દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ગામ પાસે આવેલી હાઇવે હોટલમાંથી મસમોટી વિજ ચોરી પકડાઈ : 23 લાખનું બિલ ફટકારાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

image : File photo
Jamnagar PGVCL : જામનગર PGVCL વર્તુળ કચેરી હેઠળના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામ પાસે આવેલી એક હોટલમાંથી ગઈકાલે રાત્રે ચેકિંગ દરમિયાન રૂપિયા 23 લાખથી વધુની વિજ ચોરી પકડી પાડવામાં આવી છે, અને હોટલ સંચાલક સામે વિજ પોલીસ મથકમાં પાવર ચોરી અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીને ચોક્કસ માહિતી મળી હતી, કે કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામના પાટીયા નજીક આવેલી રાધે હોટલ કે જેમાં કોઈ પણ પ્રકારનું વીજ જોડાણ મેળવાયેલું નથી, તેમ છતાં તેમાં વીજ પ્રવાહ ચાલુ છે, જેથી ગઈકાલે રાત્રે ચેકિંગ ટુકડી હોટલ પર ત્રાટકી હતી.
જે દરમિયાન હોટલમાંથી વીજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી હોટલના સંચાલક લક્ષ્મણભાઈ સોમાતભાઈ ગોજીયા સામે જામનગરના વીજ પોલીસ મથકમાં પાવર ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને તેને 23,02,629.16 પૈસાનું બિલ ફટકારવામાં આવ્યું છે, અને એક લાખ ચાલીસ હજારનો કમ્પાઉન્ડીંગ ચાર્જ પણ ફટકારાયો છે.








