ચૂંટણી વખતે જ લગ્નની સિઝનથી ઉમેદવારો ચિંતામાં મૂકાયા

અમદાવાદ, શનિવાર
મીનાર્ક કમૂર્તાની આવતીકાલથી સમાપ્તિ થશે
અને જેની સાથે જ લગ્નાદિ માંગલિક કાર્યો થઇ શકશે. આમ, ગુજરાતમાં ઉનાળો, ચૂંટણી, લગ્નસરા
એમ ત્રણેય મોસમનું સાથે પ્રભુત્વ જોવા મળશે. જોકે, આ વખતે ૨૩ એપ્રિલે ગુજરાતમાં લોકસભાની
ચૂંટણી છે ત્યારે જ લગ્નનું શુભ મુહૂર્ત હોવાથી ઓછા મતદાનના ભયે ભાજપ-કોંગ્રેસ જેવા
પક્ષ તેમજ અન્ય ઉમેદવારોમાં ચિંતા વધી ગઇ છે.
એપ્રિલ માસમાં ચૂંટણી અગાઉ લગ્નના પાંચ
મુહૂર્ત છે. લગ્નસરાને લીધે મતદાન ઓછું થાય તેની સંભાવના પણ વધી ગઇ છે. ૧૩થી ૨૦ માર્ચ
દરમિયાન હોળાષ્ટક હતા અને ૧૪ માર્ચથી ૧૪ એપ્રિલ સુધી મીનાર્ક કમૂર્તા હોવાથી લગ્નાદિ
માંગકિ કાર્યોનો નિષેધ હતો.
મીનાર્ક કમૂર્તા આવતીકાલે પૂરા થાય છે જ્યારે લગ્નની
સિઝનનનો પ્રારંભ ૧૭ એપ્રિલથી થશે. એપ્રિલ માસમાં ૧૭થી ૨૦, ૨૨થી ૨૪ અને ૨૬થી ૨૮ એમ લગ્નના
૧૦ શુભ મુહૂર્ત છે. આ જ રીતે મે માસમાં ૧૭, જૂન માસમાં ૧૭, જુલાઇમાં ૫, નવેમ્બરમાં
૫, ડિસેમ્બરમાં ૫ મુહૂર્ત છે. આમ, ૨૦૧૯ના વર્ષમાં હવે લગ્નના હવે ૫૯ શુભ મુહૂર્ત છે.
૨૦૧૯માં લગ્નના આગામી શુભ મુહૂર્ત
એપ્રિલ : ૧૭, ૧૮, ૧૯,૨૦,૨૨,૨૩, ૨૪,૨૬, ૨૭, ૨૮. મે : ૬, ૭, ૧૨, ૧૪,૧૫,૧૬,૧૮,૧૯,૨૦,૨૧,૨૩, ૨૫,૨૬,૨૮, ૨૯,૩૦,૩૧. જૂન : ૪,૮,૯,૧૦, ૧૨,૧૩,૧૪,૧૫,૧૬,૧૭, ૧૯, ૨૦,૨૧,૨૨, ૨૫, ૨૬, ૨૮. જુલાઇ : ૬,૭,૯,૧૦, ૧૧. નવેમ્બર : ૧૯,૨૦,૨૧,૨૩, ૨૮. ડિસેમ્બર : ૧,૨,૩,૫,૬, ૮.




