Get The App

પુરી-ગાંધીધામ એકસપ્રેસના કોચમાંથી બિનવારસી હાલતમાં રૂા.56.95 લાખનો ગાંજો મળ્યો

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
પુરી-ગાંધીધામ એકસપ્રેસના કોચમાંથી બિનવારસી હાલતમાં રૂા.56.95 લાખનો ગાંજો મળ્યો 1 - image

Vadodara Ganja Smuggling : વડોદરા રેલ્વે સ્ટેશન પર પહોંચેલી ટ્રેન નં.22974 પુરી-ગાંધીધામ એકસપ્રેસના દિવ્યાંગ કોચમાં સંડાસ-બાથરૂમના છતમાં છુપાવેલો 113.900 કિ.ગ્રા. કિં.રૂા.56,95,000નો ગાંજો બિનવારસી હાલતમાં એસ.ઓ.જી. પશ્ચિમ રેલવે પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.

પશ્ચિમ રેલવે દ્વારા “MISSION SAFE STATION" અંતર્ગત અભિયાન ચલાવવામાં આવેલ તેમજ આંતર રાજ્યોમાંથી રેલ્વે ટ્રેન મારફતે ગુજરાત રાજ્યમાં નશાકારક તેમજ માદક પદાર્થોની હેરાફેરી સદંતર નેસ્ત-નાબુદ કરવા અંગેની ખાસ સુચનાઓ આપવામાં આવેલ હતી. જે આધારે એસ.ઓ.જી. પ.રે.એ ટ્રેન નં.22974 પુરી-ગાંધીધામ એકસપ્રેસમાં એ.ટી.એસ. ચાર્ટરને લગતી કામગીરી અંગે ચેકીંગ કરતા વડોદરા આવી રહ્યા હતા. દરમ્યાન ટ્રેન કલાક 23:55 વાગે વડોદરા રેલ્વે સ્ટેશન પ્લે.નં.6 ઉપર આવી ઉભી રહી હતી ત્યારે એસ.ઓ.જી.પશ્ચિમ રેલવેનો સ્ટાફ કોચના દિવ્યાંગ કોચમાં ચેકીંગ અર્થે ચઢેલો હતો. તે દરમ્યાન દિવ્યાંગ કોચમાં ચેકીંગ કરતા સંડાસ-બાથરૂમની છતની પ્લાય તુટેલી હાલતમાં હોય તે તપાસતા છતની અંદર મોટી સાઇઝના પાંચ વજનદાર થેલાઓ તથા એક મીણીયો વજનદાર કોથળો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. જે અંગે તપાસ કરતા કુલ 113.900 કિ.ગ્રા. ગાંજો કુલ કિંમત રૂા.56,95,000નો મુદ્દામાલ કબજે કરી વડોદરા રેલ્વે પો. સ્ટે. ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.