Gujarat

સૌરાષ્ટ્રમાં ગ્રહણની અસર નહીં હોવાની માન્યતા સાથે અનેક મંદિરો ખુલ્લા રહ્યા

By GS TEAM
4 Mar 20262 mins read
સૌરાષ્ટ્રમાં ગ્રહણની અસર નહીં હોવાની માન્યતા સાથે અનેક મંદિરો ખુલ્લા રહ્યા

ચંદ્રગ્રહણને લઇ સુરેન્દ્રનગરના મંદિરોમાં મિશ્ર પ્રતિસાદ

માઈ મંદિર મંગળા આરતી બાદ દર્શન માટે બંધ રખાયા ઃ હાટકેશ્વર મહાદેવ સહિતના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર જિલ્લામાં ચંદ્રગ્રહણ દરમિયાન મંદિરો બંધ રાખવા બાબતે મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. સૂતકકાળના કારણે અમુક મંદિરોમાં વહેલી સવારે આરતી બાદ કપાટ બંધ કરાયા હતા, જ્યારે સૌરાષ્ટ્રમાં અસર નહીં હોવાના અનુમાન સાથે મોટાભાગના મંદિરો ભક્તો માટે ખુલ્લા રહ્યા હતા.

વર્ષના પ્રથમ ચંદ્રગ્રહણના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ મંદિરોમાં ગ્રહણ પાળવા બાબતે ભિન્ન મંતવ્યો જોવા મળ્યા હતા. પરંપરાગત રીતે ગ્રહણ સમયે સૂતક લાગતું હોવાથી ધામક સ્થાનો બંધ રાખવાની પ્રથા છે, જેના ભાગરૃપે સુરેન્દ્રનગરનું જાણીતું માઈ મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું હતું. ટ્રસ્ટીઓ દ્વારા વહેલી સવારે આરતી કર્યા બાદ મંદિરના દ્વાર મંગળ કરી દેવાયા હતા.

બીજી તરફ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં આ ચંદ્રગ્રહણની કોઈ ખાસ અસર ન હોવાની શાીય માન્યતાને આધારે શહેરના ટાવર વિસ્તારમાં આવેલું હાટકેશ્વર મહાદેવ મંદિર સહિતના અનેક શિવાલયો અને દેવાલયો દર્શન માટે ખુલ્લા રાખવામાં આવ્યા હતા. અહીં નિયમિત આવતા શ્રદ્ધાળુઓએ ગ્રહણના દિવસે પણ ભગવાનના દર્શનનો લાભ લીધો હતો.

સામાન્ય રીતે ગ્રહણ પૂર્ણ થયા બાદ મંદિરોનું શુદ્ધિકરણ કરીને જ દર્શન ખુલ્લા મૂકાતા હોય છે, પરંતુ આ વખતે ગ્રહણની અસર નહીં હોવાનું અનુમાન લગાવી મોટાભાગના મંદિરોમાં આરતી, પ્રસાદ અને અન્ય ધામક કાર્યક્રમો રાબેતા મુજબ યોજાયા હતા. આમ, જિલ્લામાં ચંદ્રગ્રહણના દિવસે ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ અવિરત જોવા મળ્યો હતો.