Gujarat

2.75 કરોડનું વળતર અપાવવાની લાલચ આપી 35.30 લાખ પડાવી લેનાર ટોળકીનો સાગરીત દિલ્હીથી ઝડપાયો

By GS TEAM
19 Oct 20251 min read
TukuTouch Logo
સેબીના બનાવટી દસ્તાવેજો ઇન્વેસ્ટરને મોકલી વિશ્વાસમાં લઇ ઓનલાઇન ટ્રેડિંગમાં 2.75 કરોડનું વળતર અપાવવાના બહાને 35.30 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. આ ગુનામાં સામેલ દિલ્હીના ઠગને સાયબર ક્રાઇમ પોલીસે દિલ્હીથી ઝડપી પાડયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

2.75 કરોડનું વળતર અપાવવાની લાલચ આપી 35.30 લાખ પડાવી લેનાર ટોળકીનો સાગરીત દિલ્હીથી ઝડપાયો

સેબીના બનાવટી દસ્તાવેજો ઇન્વેસ્ટરને મોકલી વિશ્વાસમાં લઇ ઓનલાઇન ટ્રેડિંગમાં 2.75 કરોડનું વળતર અપાવવાના બહાને  35.30 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. આ ગુનામાં સામેલ દિલ્હીના ઠગને સાયબર ક્રાઇમ પોલીસે દિલ્હીથી ઝડપી પાડયો છે.

ભાયલી રોડ સ્પ્રિંગ એક્ષોટિકામાં રહેતા અને ઇલેક્ટ્રિક કન્સલ્ટન્સીનું કામ કરતા 61 વર્ષના જોયબ્રતો મુખરજી શાંતીમયે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત 22 મી તારીખે એક વોટ્સએપ ગુ્રપમાં જોડાવાનો મેસેજ આવતા હું ક્લિક કરીને ગ્રુપમાં જોડાયો હતો. કસ્ટમર રિલેશનશિપ મેનેજરે  જણાવ્યું હતું કે, ટ્રેડિંગ કરવાથી 10 ટકા કમિશન મળશે. મને ટ્રેડિંગ કરવાની ઇચ્છા થતા તેઓના કહેવાથી મેં એક વેબસાઇટમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.ત્યારબાદ તેઓએ મોકલેલા બેંક એકાઉન્ટમાં મેં ૬ લાખ ભર્યા હતા. તેઓએ મને 1.20 લાખ પરત આપતા મને તેઓ  પર ભરોસો આવ્યો હતો. તેઓએ મારી  પાસેથી કુલ 36.50 લાખ લીધા હતા. જે  પૈકી 1.20 લાખ પરત આપ્યા હતા. જ્યારે બાકીના 35.30 લાખ પરત આપ્યા નહતા. આ રૂપિયા તેમની વેબસાઇટમાં 2.75 કરોડ દેખાતા  હતા. આ ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસે આરોપી ગુલશન પ્રદિપકુમાર (રહે. ઇન્દ્રપુરી, જે.જે.કોલોની, સેન્ટ્રલ દિલ્હી) ને દિલ્હીથી ઝડપી પાડયો હતો.  પોલીસે તેની પાસેથી 8 મોબાઇલ, 28 ચેકબૂક, 15 રબર સ્ટેમ્પ, 60 સીમ કાર્ડ, એક લેપટોપ, 10  ડેબિટ કાર્ડ અને એક પેન ડ્રાઇવ કબજે લીધા છે.