Gujarat

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી મોબાઇલ ફોનમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમતો શખ્સ પકડાયો : અન્ય એક બુકીનું નામ ખુલ્યું

By GS TEAM
7 Nov 20251 min read
TukuTouch Logo
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી પોલીસે એક શખ્સને પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટની આઈડી મારફતે રૂપિયાની હારજીત કરવા અંગેનો ક્રિકેટનો સટ્ટો રમતાં પકડી પાડ્યો છે. જેની પૂછપરછમાં સટ્ટાનું નેટવર્ક ચલાવતા બુકીનું નામ ખુલ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી મોબાઇલ ફોનમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમતો શખ્સ પકડાયો : અન્ય એક બુકીનું નામ ખુલ્યું

Jamnagar Police : જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી પોલીસે એક શખ્સને પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટની આઈડી મારફતે રૂપિયાની હારજીત કરવા અંગેનો ક્રિકેટનો સટ્ટો રમતાં પકડી પાડ્યો છે. જેની પૂછપરછમાં સટ્ટાનું નેટવર્ક ચલાવતા બુકીનું નામ ખુલ્યું છે.

 જામનગરમાં વિજય પ્લોટ શેરી નંબર 58માં પાણીના ટાંકા પાસે રહેતો દિનેશ ઉર્ફે સેડો આસરિયા માવ નામનો વેપારી યુવાન, કે જે ગઈકાલે જાહેરમાં ઉભા રહીને પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટની આઈડી મારફતે પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલા વન-ડે ક્રિકેટ મેચ પર રન ફેરનો સટ્ટો રમી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સીટી એ. ડિવિઝન પોલીસની ટીમેં દરોડો પાડયો હતો, અને તેને ઝડપી લીધો હતો. જેની પાસેથી એક નંગ મોબાઈલ ફોન અને રૂપિયા 520ની રોકડ રકમ કબજે કરી છે.

 પોલીસની વધુ પૂછપરછ દરમિયાન પોતે જામનગરમાં રહેતા સમીર પીંજારા સાથે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાથી તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.