Get The App

વિદેશી દારૂના 14 ક્વાર્ટરિયા સાથે શખ્સ રંગેહાથ ઝડપાયો

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
વિદેશી દારૂના 14 ક્વાર્ટરિયા સાથે શખ્સ રંગેહાથ ઝડપાયો 1 - image

- સારસા-ખાનપુર રોડ પરથી 

- પોલીસે દારૂના જથ્થા સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

આણંદ : ખંભોળજ પોલીસે આણંદ તાલુકાના સારસા-ખાનપુર રોડ ઉપર આવેલી મુવાડી તલાવડી નજીકથી વિદેશી દારૂના ૧૪ નંગ ક્વાર્ટરિયા સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસે દારૂ સહિતની મત્તા જપ્ત કરી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સારસા-ખાનપુર રોડ ઉપર આવેલી મુવાડી તલાવડી નજીક તળાવના કિનારે રજનીકાંત ઉર્ફે ટેન્લો વિક્રમભાઈ ઠાકોર વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની માહિતી ખંભોળજ પોલીસને મળી હતી. જેથી પોલીસે છાપો મારતા તળાવ કિનારેથી એક શખ્સ મળી આવ્યો હતો. પોલીસે તેના નામ ઠામ અંગે પૂછતા તેણે રજનીકાંત ઉર્ફે ટેન્લો વિક્રમભાઈ ઠાકોર (રહે.સારસા, ઇન્દિરા નગરી) હોવાનું જણાવ્યું હતું. પોલીસે નજીકમાં ઝાળી-ઝાંખરામાં તપાસ કરતા એક પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. જેમાંથી વિદેશી દારૂના કુલ ૧૪ નંગ ક્વાર્ટરિયા મળી આવ્યા હતા. જેની અંદાજિત કિંમત રૂપિયા ૨૧૦૦ જેટલી થવા જાય છે. પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબજે લઈ રજનીકાંત ઠાકોર વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.