Gujarat

ઘોઘામાં ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

By GS TEAM
16 Apr 20261 min read
ઘોઘામાં ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

ભાવનગર - ઘોઘા પોલીસે ગામમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો મોનિત ઉર્ફે લાલો ચેતનભાઇ મકવાણાને રોકડ, મોબાઈલ મળી રૃ.૧૭,૫૦૦ સાથે ઝડપી લીધો હતો. જ્યારે પ્રવિણ ઉર્ફે રાણી મકવાણા પાસેથી પાસવર્ડ આઇડી મેળવ્યો હોવાનું ખુલતા પોલીસે બન્ને શખ્સ વિરૃધ્ધ ઘોઘા પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.