Gujarat

બોડીયા ગામની વાડીમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

By GS TEAM
15 Apr 20261 min read
બોડીયા ગામની વાડીમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

દારૃનો જથ્થો વાડીના વોંકળામાં છુપાવ્યો હતો

રાણપુર પોલીસે વિદેશી દારૃની બોટલ મળી રૃ.૧૬ હજારનો મુદ્દામાલ કબજે લીધો 

ભાવનગર - રાણપુરના બોડીયા ગામની વાડીમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૃની ૮૨ બોટલ સાથે શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાણપુર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે,અનિલ મનાભાઈ મકવાણા (રહે. બોડીયા ગામ ચોરા પાસે તા.રાણપુર જી.બોટાદ) પોતાના કબ્જા ભોગવટાની વાડી પાસે આવેલ વોકળામાં વિદેશી દારૃ બોટલ છુપાવી વેપલો કરે છે જે બાતમીના આધારે રાણપુર પોલીસે તલાસી લેતા વિદેશી દારૃની ૮૨ બોટલ રૃ.૧૬,૩૦૦ નો મળી આવતા પોલીસે અનિલ મનાભાઈ મકવાણાની ધરપકડ કરી તેના વિરૃધ્ધ રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.