Get The App

દેરાળા ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
દેરાળા ગામની સીમમાંથી વિદેશી  દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો 1 - image

- બાવળની કાંટમાં પડતર જગ્યામાં દારૂ છુપાવ્યો હતો

- બોટાદ એલસીબીએ વિદેશી દારૂ રૂા.1.14 લાખનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર : ગઢડાના દેરાળા ગામની સીમમાં મેલડીમાંના મંદિર તરફ જવાના રસ્તે કેરી નદીના કાંઠે બાવળની કાંટમાં પડતર જગ્યામાં બોટાદ એલસીબીએ દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, દેરાળા ગામનો હરેશ ભુપતભાઈ દાનાભાઈ બોરીચા દેરાળા ગામની સીમમાં મેલડીમાંના મંદિર તરફ જવાના રસ્તે કેરી નદીના કાંઠે બાવળની કાંટમાં પડતર જગ્યામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે. જે બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી તલાશી લેતા વિદેશી દારૂની ૧૨૦ બોટલ રૂ.૧,૧૪,૨૭૬નો મુદામાલ મળી આવતા પોલીસે હરેશ ભુપતભાઈ બોરીચાની ધરપકડ કરી તેના વિરૂધ્ધ ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.