Gujarat

હળવદના ટીકરમાં બંધ મકાનમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો

By GS TEAM
14 Feb 20261 min read
હળવદના ટીકરમાં બંધ મકાનમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો

- પોલીસે 3.94 લાખના દાગીના રિકવર કર્યા

- પોલીસ તપાસમાં બંધ મકાનના દરવાજાનું તાળું તોડનાર ઘરફોડિયો ગામનો જ શખ્સ નીકળ્યો

હળવદ : હળવદના ટીકરમાં બંધ મકાનમાં ચોરી કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડી રૂ. ૩.૯૪ લાખના દાગીના રિકવર કર્યા છે. તપાસમાં બંધ મકાનના દરવાજાનું તાળું તોડનાર ઘરફોડિયો ગામનો જ શખ્સ નીકળ્યો છે.

હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે સુરેશભાઇ મકવાણાના ઘરેથી ગત ૬-૭ ફેબુ્રઆરી દરમિયાન અજાણ્યા શખ્સે આશરે સાડા પાંચ તોલા સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ મામલે હળવદ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. સર્વેલન્સ ટીમે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના સમયમાં જ આરોપીને દબોચી લીધો હતો.

પોલીસ તપાસમાં ટીકર ગામનો જ ૨૧ વર્ષીય યુવાન વિશાલ રમેશભાઇ ખાંભડીયા ચોરીમાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું હતું. પોલીસે આરોપીની અટકાયત કરી તેના કબજામાંથી ચોરીમાં ગયેલા રૂ.૩,૯૪,૦૫૭ના તમામ સોનાના દાગીના જપ્ત કર્યા છે. હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.