Gujarat

વાઘોડિયા રોડ પરથી ૭ મોબાઇલ ફોન ચોરી કરનાર પકડાયો

By GS TEAM
23 May 20261 min read
વાઘોડિયા રોડ પરથી ૭ મોબાઇલ ફોન ચોરી કરનાર પકડાયો

વડોદરા,વાઘોડિયા રોડ પરથી શ્રમજીવીઓના મોબાઇલ ચોરી કરનાર આરોપીને બાપોદ પોલીસે ઝડપી પાડી ૭ મોબાઇલ ફોન કબજે લીધા છે. 

ઉત્તરપ્રદેશના ઉનાવ જિલ્લામાં રહેતો અજયપાલ નિસાદ તથા અન્ય શ્રમજીવીઓ વાઘોડિયા  રોડ પર નવી બંધાતી સાઇટ પર કલરકામ માટે આવ્યા હતા.રાત્રે ૧૧ વાગ્યે સાઇટની દુકાનનું શટર ખુલ્લુ રાખીને તેઓ સૂઇ ગયા હતા. તે દરમિયાન ચોર ૭ મોબાઇલ ફોન ચોરી ગયો હતો.દરમિયાન બાપોદ પોલીસે તપાસ કરતા આરોપી રોહન ઉર્ફે બુટરી જગદીશભાઇ રાજમલ (રહે. સંજયનગ, વારસિયા) ઝડપાઇ ગયો હતો. બાપોદ પી.આઇ. ડી.ડી. લાડુમારે પૂછપરછ કરતા આરોપીએ ઉપરોક્ત ગુના ઉપરાંત   બાપોદ, વારસિયા અને જવાહરનગર પોલીસ સ્ટેશનના અન્ય ત્રણ  ગુનાની કબૂલાત કરી હતી.પોલીસે તેની પાસેથી ૭ મોબાઇલ  ફોન કબજે કર્યા છે.