Gujarat

સવાદ ક્વાટર્સમાં જીમ ટ્રેનર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો કરનાર પકડાયો

By GS TEAM
17 Jan 20261 min read
સવાદ ક્વાટર્સમાં   જીમ ટ્રેનર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો કરનાર પકડાયો

 વડોદરા,સવાદ ક્વાટર્સમાં માથાભારે યુવકે બે પિતરાઇ ભાઇ સહિત ત્રણ વ્યક્તિઓ પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી  દેતા ત્રણેય લોહીલુહાણ થઇ ગયા હતા. આ ગુનામાં સામેલ ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે.

ખોડિયારનગર ધુ્રવા હાઇટ્સમાં રહેતો નીકુલ નટવરભાઇ સોલંકી જીમ ટ્રેનર તરીકે કામ કરે છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું  કે,ઉત્તરાયણની  બપોરે ૧૨ વાગ્યે હું મારા મામાના ઘરે ઉત્તરાયણની ઉજવણી કરવા માટે ગયો હતો. રાત્રે  જમીને હું, મારા બહેન દામિની ઉર્ફે સોનુ, બનેવી મનિષભાઇ તથા પિતરાઇ ભાઇ  બોની સોલંકી મામાના ઘરના ગેટ પાસે ઉભા રહીને વાતો કરતા હતા. તે સમયે પ્રેમ મારવાડીએ ચાકૂથી હુમલો કરી મને, મારા ભાઇ તથા બનેવી પર ચાકૂથી હુમલો કર્યો હતો. જ્યારે પ્રેમના માતા,પિતાએ પણ અમને માર માર્યો  હતો. આ ગુનામાં પોલીસે પ્રેમ, તેના પિતા રમેશભાઇ તથા માતા વૈશાલીબેન (તમામ રહે. સવાદ ક્વાટર્સ, હરણી વારસિયા રિંગ  રોડ) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.