Gujarat
ઇન્ટાગ્રામમાં બંદૂક સાથે ફોટો, વીડિયો મુકનાર શખ્સ ઝડપાયો
By GS TEAM
12 Oct 20251 min read

મોરબી એસઓજી દ્વારા કાર્યવાહી
બંદુક આપનાર સરતાનપરના પરવાનેદારની પણ અટક
મોરબી: વાંકાનેરના સરતાનપર ગામે રહેતા યુવાને બંદુક સાથેનો ફોટો સોશ્યલ મીડિયામાં વિડીયો પોસ્ટ કર્યો હતો. જે ધ્યાને આવતા એસઓજી ટીમે વિડીયો અપલોડ કરનાર યુવાન અને હથિયારના લાયસન્સ ધારકને ઝડપી લઈને બંદુક તેમજ મોબાઈલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એસઓજી ટીમે ઇન્ટાગ્રામમાં બાર બોરની બંદૂક સાથેનો વિડીયો અને ફોટો અપલોડ કરનાર વાંકાનેરના સરતાનપર ગામના ગોરધન વેરશીભાઈ સરાવાડિયા (ઉ.વ.૨૩)ને ઝડપી પૂછપરછ તેણે એકાદ મહિના પૂર્વે મોબાઈલમાં સંબંધી અલુભાઈ શામજીભાઈ ઉડેચાના લાયસન્સ વાળી બંદૂક લઇ અલુભાઈના ઘરે બંદૂક સાથે ફોટો પાડી સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યાનું જણાવ્યું હતું.
જેથી એસઓજી ટીમે આરોપી ગોરધન વેરશી સરાવાડિયા (ઉ.વ.૨૩) અને અલુભાઈ શામજીભાઈ ઉદેચા (ઉ.વ.૫૫, રહે. બંને સરતાનપર તા. વાંકાનેર)ને ઝડપી લઈને બાર બોર બંદૂક સહિતનો મુદામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ ચલાવી છે.









