- સીઆઈડી ક્રાઇમે શખ્સના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા
- બે શખ્સે રૂ. 4.20 કરોડની રોકાણકરો સાથે છેતરપિંડી આચરી હતી
જીગરકુમાર અશોકકુમાર ભટ્ટ તથા તેની માતા રેખાબેન અશોકભાઈ ભટ્ટ સાથે વિવેક નાથાણી તથા તેનો પાર્ટનર પ્રતીકભાઈ ગલચટએ શરૂઆતમાં વિશ્વાસ સંપાદન કરવા શરૂઆતમાં જે નાણા રોકેલા તે જીગરકુમાર ને કરેલ વાયદા મુજબ પરત આપેલા અને વધુ નાણા રોકાવાની લોભામણી લલચામણી જાહેરાતો આપવાનું ચાલુ રાખતા જીગરકુમારએ વધુ નાણાનું રોકાણ કરેલ અને બન્ને શખ્સે દ્વિજા ફાઇનાન્સ સોલ્યુશન પ્રેમ્ફલેટ બતાવી મંથલી ૭ ટકા સુધીના વળતર આપવાની લોભામણી લલચામણી જાહેરાતો બતાવી જીગરકુમાર પાસેથી રૂ. ૬,૫૦,૫૪,૦૦૦ તથા અન્ય ૪૧ ભોગબનનાર /રોકાણકારો પાસેથી રૂ.૩,૯૨,૮૭,૩૭૮ નું રોકાણ મેળવી લઇ તે પૈકી આજદીન સુધી ફરી.ને રૂ. ૩,૦૨,૩૮.૫૦૦. તથા બીજા રોકાણકારોની રૂ.૧,૧૭,૯૨,૨૭૩ મળી કુલ રૂ.૪,૨૦,૩,૦૭,૭૩ જેટલી રકમ મેળવી લઇ જીગરકુમાર તથા અન્ય રોકાણકારોને પાકતી મુદતે નાણાની ચુકવણી નાણાકીય વિશ્વાસઘાત અને છેતરપીડી આચરી હતી.આ બનાવ સંદર્ભે સીઆઈડી ક્રાઇમએ વિવેક મિલનભાઈ નાથાણી નામના શખ્સની ધરપકડ કરી ભાવનગર સીઆઈડી ક્રાઇમ એ શખ્સના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.


