Gujarat

5 રાજ્યોના ચૂંટણી પરિણામથી 'INDIA' ગઠબંધનની નૈયા ડૂબી! બે સૌથી મજબૂત સ્તંભો ધરાશાયી

By GS TEAM
4 May 20262 mins read
TukuTouch Logo
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી 2026ના વલણો અને પરિણામોએ દેશના રાજકીય નકશા પર મોટી ઉથલપાથલના સંકેત આપ્યા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપનાર વિપક્ષી ગઠબંધન ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ (I.N.D.I.A.) માટે આ પરિણામો અત્યંત આઘાતજનક રહ્યા છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જેવા મજબૂત ગઢ ગણાતા રાજ્યોમાં વિપક્ષી એકતાના પાયા ડગમગી ગયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

5 રાજ્યોના ચૂંટણી પરિણામથી 'INDIA' ગઠબંધનની નૈયા ડૂબી! બે સૌથી મજબૂત સ્તંભો ધરાશાયી

Election Results 2026: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી 2026ના વલણો અને પરિણામોએ દેશના રાજકીય નકશા પર મોટી ઉથલપાથલના સંકેત આપ્યા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપનાર વિપક્ષી ગઠબંધન ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ (I.N.D.I.A.) માટે આ પરિણામો અત્યંત આઘાતજનક રહ્યા છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જેવા મજબૂત ગઢ ગણાતા રાજ્યોમાં વિપક્ષી એકતાના પાયા ડગમગી ગયા છે.


મમતા બેનર્જીના ગઢમાં ભાજપનો કેસરીયો

પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની લોકપ્રિયતા સામે ભાજપે પ્રચંડ પડકાર ફેંક્યો છે. ભાજપ 190 બેઠકો પર લીડ મેળવીને બહુમતી તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ (TMC) 100થી ઓછી બેઠકો પર સમેટાઈ રહી છે. સંદેશખાલી જેવી ઘટનાઓ, ભ્રષ્ટાચારના આરોપો અને ઘૂસણખોરીના મુદ્દે ભાજપે મમતા સરકારને ઘેરી હતી. કોંગ્રેસ અને ડાબેરીઓ અલગ લડતા વિપક્ષી મતોના વિભાજનનો સીધો ફાયદો ભાજપને મળ્યો છે.

આ પણ વાંચો: 6 ટર્નિંગ પોઈન્ટ જેણે TMCનો ગઢ તોડ્યો! બિહાર ફોર્મ્યુલાએ ભાજપને બંગાળમાં અપાવી બમ્પર જીત

તમિલનાડુમાં સ્ટાલિનની સત્તા ડગમગી

દક્ષિણના રાજ્ય તમિલનાડુમાં વર્ષો જૂનું 'DMK vs AIADMK'નું સમીકરણ તૂટી ગયું છે. ત્યારે અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજય થલાપતિની પાર્ટી 'તમિલગા વેત્રિ કઝગમ' (TVK) 100થી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે.  મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની પાર્ટી ડીએમકે (દ્રવિડ મુનેત્ર કઝગમ) ત્રીજા સ્થાને સરકી ગઈ છે, જે ગઠબંધન માટે મોટો ઝટકો છે. હાલમાં AIADMK અને વિજયની પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

આસામમાં ભાજપની હેટ્રિક!

બીજી તરફ આસામમાં ભારતીય જનતા પાર્ટી સત્તાની હેટ્રિક તરફ આગળ વધીને પોતાની પકડ વધુ મજબૂત બનાવી રહી છે.

I.N.D.I.A. ગઠબંધન માટે ચેતવણીની ઘંટડી

રાજકીય વિશ્લેષકોના મતે, આ પરિણામો 2029ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી એકતા માટે ગંભીર ચેતવણી છે. દિગ્ગજ નેતાઓની હારને કારણે રાષ્ટ્રીય સ્તરે ભાજપ સામે લડી શકે તેવા વિશ્વસનીય ચહેરાઓની ખોટ વર્તાઈ રહી છે. શું વિપક્ષ ફરી એક થઈને પુનરાગમન કરી શકશે, કે પછી આ 2026ની ચૂંટણીઓ ગઠબંધનના અંતની શરૂઆત સાબિત થશે, તે હવે જોવું રહ્યું.