સિનિયર વિમેન્સ વન-ડે ટ્રોફી ઇલાઇટમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને રેલવેઝનો દબદબો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીય મહિલા ક્રિકેટ જગતમાં પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ ગણાતી સિનિયર વિમેન્સ વન-ડે ટ્રોફી ઇલાઇટની 6 ફેબ્રુઆરીથી ધમાકેદાર શરૂઆત થઈ છે. 28 ફેબ્રુઆરી સુધી ચાલનારી આ સ્પર્ધામાં લીગની મેચોમાં કેટલીક ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું છે, તો કેટલીક ટીમોનું પ્રદર્શન નબળું રહ્યું છે.
ઇલાઇટ ગ્રુપ ‘એ’ : મહારાષ્ટ્ર અડીખમ, અસામ-બરોડા પાછળ
ઇલાઇટ ગ્રુપ ‘એ’માં મહારાષ્ટ્ર મહિલા ક્રિકેટ ટીમ એ સાતે સાત મેચ જીતી 28 પોઇન્ટ સાથે ટોચનું સ્થાન મજબૂત બનાવ્યું છે. સતત જીતથી મહારાષ્ટ્રે અન્ય ટીમો પર દબાણ ઊભું કર્યું છે.
જ્યારે કર્ણાટક મહિલા ક્રિકેટ ટીમ, ઉત્તર પ્રદેશ મહિલા ક્રિકેટ ટીમ અને ઓડિશા મહિલા ક્રિકેટ ટીમ નું પ્રદર્શન પણ વખાણવા લાયક રહ્યું છે.
બીજી તરફ અસામ મહિલા ક્રિકેટ ટીમ અને બરોડા મહિલા ક્રિકેટ ટીમ માટે આ સિઝનમાં 7માંથી માત્ર 1-1 મેચ જીતી 4 પોઇન્ટ સાથે છેલ્લાં ક્રમે છે.
ઇલાઇટ ગ્રુપ ‘બી’ : છત્તીસગઢનો શાનદાર સફર
ઇલાઇટ ગ્રુપ ‘બી’માં છત્તીસગઢ મહિલા ક્રિકેટ ટીમ એ પણ સાતેય મેચ જીતી 28 પોઇન્ટ સાથે સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે. રાજસ્થાન મહિલા ક્રિકેટ ટીમ, બંગાળ મહિલા ક્રિકેટ ટીમ અને વિદર્ભ મહિલા ક્રિકેટ ટીમનું પણ પ્રદર્શન સારું રહ્યું છે. જ્યારે અરુણાચલ પ્રદેશ મહિલા ક્રિકેટ ટીમ એક પણ મેચ જીતી શકી નથી અને શૂન્ય પોઇન્ટ સાથે સૌથી નીચે છે.
ઇલાઇટ ગ્રુપ ‘સી’ : રેલવેઝની અપરાજિત દોડ
ઇલાઇટ ગ્રુપ ‘સી’માં રેલવેઝ મહિલા ક્રિકેટ ટીમ એ સાતેય મેચ જીતી 28 પોઇન્ટ સાથે સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. દિલ્હી મહિલા ક્રિકેટ ટીમ અને કેરળ મહિલા ક્રિકેટ ટીમ નું પ્રદર્શન પણ મજબૂત રહ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર મહિલા ક્રિકેટ ટીમ માત્ર 1 જીત સાથે 4 પોઇન્ટ પર છે અને તળીયે સરકી ગઈ છે.
ઇલાઇટ ગ્રુપ ‘ડી’ : આંધ્ર અને મુંબઈ વચ્ચે ટક્કર
ઇલાઇટ ગ્રુપ ‘ડી’માં આંધ્ર મહિલા ક્રિકેટ ટીમ અને મુંબઈ મહિલા ક્રિકેટ ટીમ બંને 16-16 પોઇન્ટ સાથે બરાબરી પર છે. જ્યારે તમિલનાડુ મહિલા ક્રિકેટ ટીમ 4 પોઇન્ટ સાથે પાછળ રહી છે.
ટૂર્નામેન્ટ હવે રોમાંચક નોકઆઉટ તબક્કામાં પ્રવેશી રહી છે.
22 ફેબ્રુઆરી
* મહારાષ્ટ્ર vs દિલ્હી
* છત્તીસગઢ vs મુંબઈ
23 ફેબ્રુઆરી
* રેલવેઝ vs કર્ણાટક
* આંધ્ર vs રાજસ્થાન
26 ફેબ્રુઆરી – સેમિફાઇનલ (2 મેચ)
28 ફેબ્રુઆરી – ફાઇનલ મુકાબલો, મોહાલી ખાતે








