Gujarat

યશવંતરાય નાટયગૃહમાં જાદુગર અને તેમના સ્ટાફને માર મારી ધમકી આપી

By GS TEAM
19 Jun 20261 min read
યશવંતરાય નાટયગૃહમાં જાદુગર અને તેમના સ્ટાફને માર મારી ધમકી આપી

ઘોઘારોડ પોલીસમાં સાત શખ્સ સામે ફરિયાદ

દુકાન ખાલી કરાવવાની દાઝ રાખી જાદુનો શો પૂર્ણ થયાં બાદ હુમલો કર્યો

ભાવનગરશહેરના યશવંતરાય નાટયગૃહમાં જાદુગર અને તેમના સ્ટાફને સાત શખ્સે માર મારી ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ોંડલા ખાતે રહેતા રામભાઈ બચુભાઈ ચુડાસમાએ ઘોઘારોડ પોલીસ મથકમાં મેહબુબ ડેરૈયા, ફીરોઝ ડેરૈયા, તનુ સતારભાઈ ડેરૈયા, સોહિલ ફીરોઝભાઈ સોલંકી યાયા કલાવાતર, ફઝલ મહેબૂબભાઈ ડેરૈયા અને ફયાઝ ફીરોઝભાઈ ડેરૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના નાના જમાઈની દુકાન ઉક્ત મહેબુબભાઈ ડેરૈયા અને તેના ભાઈ ફીરોઝભાઈ ડેરૈયાને વાપરવા આપી હતી. જે થોડાં દિવસ પહેલા તેમના જમાઈએ ખાલી કરાવી તેની દાઝે ગત રાત્રીના યશવંતરાય નાટયગૃહ ખાતે તેમનો જાદુનો શો પુરો થયાં પછી બહાર નિકળતા હતા ત્યારે ઉક્ત લોકોએ તેમને તથા તેમના સ્ટાફને લોખંડના પાઈપ, ધોકા  અને છરી વડે માર મારી અપશબ્દો કહી ધમકી આપી હતી. આ અંગે ઘોઘારોડ પોલીસે ગુનો નોંધ્યો છે.