Gujarat

બોમ્બની ધમકીને પગલે અમદાવાદ ઍરપોર્ટ પર હૈદરાબાદની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, પોલીસની ટીમ ઍરપોર્ટ પહોંચી

By GS TEAM
4 Dec 20251 min read
TukuTouch Logo
મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી એક ઈન્ટરનેશનલ ફ્લાઈટનું આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. ઇમેલ દ્વારા ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા જ એરપોર્ટ ઓથોરિટી અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

બોમ્બની ધમકીને પગલે અમદાવાદ ઍરપોર્ટ પર હૈદરાબાદની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, પોલીસની ટીમ ઍરપોર્ટ પહોંચી

Ahmedabad News: મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી એક ઇન્ટરનેશનલ ફ્લાઇટનું આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. ઈમેલ દ્વારા ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં જ ઍરપોર્ટ ઑથોરિટી અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી.

મળતી પ્રાથમિક માહિતી મુજબ મદીનાથી હૈદરાબાદ તરફ જઈ રહેલી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ ગંભીર ધમકીને પગલે ફ્લાઇટને ડાયવર્ટ કરીને અમદાવાદ ઍરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવી હતી.

અચાનક થયેલા લેન્ડિંગ અને બોમ્બની વાત વહેતી થતાં વિમાનમાં સવાર મુસાફરોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જોકે, ઍરપોર્ટ પર લેન્ડિંગ થતાંની સાથે જ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. 

આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, CISF, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઍરપોર્ટ પર પહોંચી ગઈ હતી. હાલ મુસાફરો અને તેમના સામાનનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ધમકી માત્ર અફવા છે કે ગંભીર કાવતરું તે અંગે તપાસ એજન્સીઓ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

ઝોન 4 ડીસીપી અતુલ બંસલે જણાવ્યું હતું કે પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઍરપોર્ટ પહોંચી છે. અત્યારે તમામ મુસાફરોનું બોર્ડિંગ કરાવીને ઍરપોર્ટમાં લાવવામાં આવ્યા છે. હાલ ફ્લાઇટનું ચેકિંગ કરીને આગળની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.