Gujarat

ભાવનગરથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનો હાઉસફૂલ : વેઈટિંગના પાટિયા

By GS TEAM
21 Oct 20251 min read
ભાવનગરથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનો હાઉસફૂલ : વેઈટિંગના પાટિયા

- દિવાળી વેકેશનમાં ફરવા જવાનો ક્રેઝ વધ્યો

- અયોધ્યા, હરિદ્વાર, કાકીનાડા, કોચ્ચુવેલી, આસનસોલ અને દિલ્હીની ટ્રેનમાં અગાઉથી જ ધડાધડ ટિકિટો બુક થઈ

ભાવનગર : દિવાળી વેકેશનમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં ફરવા જવાના વધતા જતાં ક્રેઝના કારણે ભાવનગરથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનો હાઉસફૂલ થઈ ગઈ છે. મોટાભાગની ટ્રેનોમાં ટિકિટ વેઈટિંગના પાટિયા લાગેલા જોવા મળી રહ્યા છે. જેના કારણે અંતિમ ઘડીએ ફરવા જવાનો પ્લાન ઘડનારા લોકોને ટિકિટ ન મળતા પોતાના આયોજન કેન્સલ કરવા પડયાં છે.

ભાવનગરથી ઉપડતી અયોધ્યા, હરિદ્વાર, કાકીનાડા, કોચ્ચુવેલી, આસનસોલ અને દિલ્હીની ટ્રેનમાં અગાઉથી જ ધડાધડ ટિકિટો બુક થઈ જતાં ફૂલ થઈ ગઈ છે. ભાવનગરથી પ્રસ્થાન થતી દિલ્હી ટ્રેનમાં ૩૧મી ઓક્ટોબર સુધી, અયોધ્યા ટ્રેનમાં ૧૭મી નવેમ્બર સુધી, હરિદ્વાર ટ્રેનમાં ૬ નવેમ્બર સુધી, કાકીનાડા ટ્રેનમાં ૮ નવેમ્બર, કોચ્ચુવેલી ટ્રેનમાં ૪ નવેમ્બર સુધી અને આસનસોલ ટ્રેનમાં ૨૫ નવેમ્બર સુધી વેઈટિંગ છે. આ ઉપરાંત બાંદ્રા ટ્રેન પણ ૧૮મી નવેમ્બર સુધી હાઉસફૂલ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.