Gujarat

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ટેક્સટાઈલ કંપનીઓ પર દરોડા પાડી ૧૧ કરોડનો લોન ફ્રોડ પકડી પાડ્યો

By GS TEAM
8 Oct 20252 mins read
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ટેક્સટાઈલ કંપનીઓ પર દરોડા પાડી ૧૧ કરોડનો લોન ફ્રોડ પકડી પાડ્યો

(પ્રતિનિધિ તરફથી)અમદાવાદ,બુધવાર

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ આજે અમદાવાદની શ્રી ઓમ ફેબ, શ્રી બાબા ટેક્સટાઈલ અને શ્રી લક્ષ્મી ફેબ પર દરોડો પાડીને બેન્ક સાથે કરવામાં આવેલો રૃા. ૧૧ કરોડના બેન્ક લોન ફ્રોડને પકડી પાડયા છે. દરોડા  હેઠળ આવરી લેવાાં આવરી લેવામાં આવેલી કંપનીઓમાં શ્રી ઓમ ફેબ, શ્રી બાબા ટેક્સટાઈલ અને શ્રી લક્ષ્મી ફેબનો સમાવેશ થાય છે.  આ ત્રણ કંપનીના પ્રમોટર હોવાનું મનાતા રણજિત કુમાર લૂણીયાને પણ ઝપટમાં લેવામાં આવ્યા છે. રણજિત કુમારે બેન્ક પાસે રોકડ ક્રેડિટ મેળવી હતી. આ લોન લેવા માટે બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. લોન મળી ગયા પછી ભંડોળ અન્યત્ર વાળી દેવામાં આવ્યું  છે. શ્રી ઓમ ફેબ, શ્રી બાબા ટેક્સટાઈલ અને શ્રી લક્ષ્મી ફેબ પર દરાડા પાડયા પછી પાછી બેન્ક ફ્રોડની વિગતો પણ પકડી પાડી છે.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન-સીબીઆઈએ પણ તેમની સામે એફઆઈઆર દાખલ કરી છે. ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સે કરેલી ફરિયદાને આધારે પોલીસી રણજિત  જે. લૂણિયાની ત્રણેય કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કંપનીઓએ અને તેના પ્રમોટરે બનાવટી દસ્તાવેજોને આધારે બેન્ક પાસેથી કેશ ક્રેડિટ મેળવી લીધા બાદ તે ભંડોળને અન્યત્ર વાળી દેવામાં આવ્યું હતું. 

આ કંપનીઓ ગ્રે ક્લોથના ટ્રેડિંગના બિઝનેસ સાથે સંકળાયેલી છે. સૂટિંગ અન  શર્ટિંગ માટે આ કાપડનો ઉપયોગ કરવામાં આવે છે. અમદાવાદમાં ત્રણ ઠેકાણા પર તપાસ આગળ વધારવામાં આવી રહી છે. આ કેસની તપાસમાં રૃા., ૧૦.૯૫ કરોડની રોકડ મળી આવી હતી.