Gujarat

ચરાડવા-દેવળિયા રોડ પર કારમાંથી રૃ 3.98 લાખનો દારૃ ઝડપાયો

By GS TEAM
10 Feb 20261 min read
ચરાડવા-દેવળિયા રોડ પર કારમાંથી રૃ 3.98 લાખનો દારૃ ઝડપાયો

હળવદ પોલીસની બાતમીના આધારે કાર્યવાહી

પોલીસને જોઇ ચાલક નાસી છુટયો ઃ કાર-દારૃ મળી રૃ.૮.૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત

હળવદ -  હળવદ પોલીસે બાતમીના આધારે ચરાડવા-દેવળિયા રોડ પર કારમાંથી રૃ૩.૯૮ લાખનો દારૃ ઝડપી પાડયો છે. પોલીસને જોઇ કારનો ચાલક નાસી છુટયો હતો. પોલીસે કાર-દારૃ મળી રૃ.૮.૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમ વિસ્તારમાં હળવદ પોલીસે વિદેશી દારૃના જથ્થા સાથે એક ઇનોવા કાર ઝડપી પાડી હતી. દેવળિયા રોડ પરથી મળેલી ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં પોલીસ ઇનોવા કાર (જીજે-૧૨-બીઇ-૧૧૧૧)માંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૃની કુલ ૧,૧૮૮ બોટલો (કિં.રૃ.૩,૯૮,૪૦૦) મળી આવી હતી. જોકે, પોલીસને જોઇ કારનો ચાલક અંધારાનો લાભ લઇ નાસી છુટયો હતો. પોલીસે દારૃ ઉપરાંત કાર (કિં.રૃ. ૫,૦૦,૦૦૦) મળી કુલ રૃ.૮,૯૮,૪૦૦નો મુદામાલ કબજે કરી ગુનો નોંધી ફરાર કાર ચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.