Gujarat

સાયલાના ભાડુકા ગામમાંથી 24 લાખનો દારૃ ઝડપાયો

By GS TEAM
17 Feb 20261 min read
સાયલાના ભાડુકા ગામમાંથી 24 લાખનો દારૃ ઝડપાયો

સુરેન્દ્રગર એલીસીબીનો દરોડો

એલસીબીએ દારૃની ૨૮૨૦ બોટલ કબજે કરી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવ્યો

સાયલાસુરેન્દ્રગર એલીસીબીની ટીમે સાયલાના ભાડુકામાં દરોડો પાડી ૨૪ લાખનો દારૃ ઝડપી પાડયો હતો. એલસીબીએ દારૃની ૨૮૨૦ બોટલ કબજે કરી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે.

સાયલા તાલુકાના ભાડુકા ગામ પાસે સોમાસર જતા માર્ગ પર આવેલી વિદ્યા નિકેતન સ્કૂલ પાછળના ભાગે ખરાબામાં દારૃ ઉતારી બુટલેગરો કટિંગ કરે છે. તેવી માહિતી સુરેન્દ્રનગર એલસીબીને મળી હતી. બાતમીના આધારે એલીસીબી પોલીસ ટીમ ત્યાં પહોંચતા સ્કૂલ પાછળના ખરાબામાં દારૃની પેટીઓનો બિનવાસી જથ્થો પડેલો જોવા મળ્યો હતો. જેમાં નાની મોટી કુલ ઇંગ્લિશ દારૃની ૨૮૨૦ બોટલ (કિં.રૃ.૨૪,૦૮,૬૪૦) ઝડપી પાડી હતી. જ્યારે કોઈપણ આરોપી હાજર મળી નહીં આવતા એલીસીબી પોલીસે સાયલા પોલીસ મથકે આરોપી તથા તપાસમાં ખૂલે તે લોકો સામે પ્રોહી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.