Gujarat

અકોટાની રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીના મકાનમાં સંતાડેલો ૧૩.૧૭ લાખનો દારૃ કબજે

By GS TEAM
11 Feb 20261 min read
અકોટાની રાધાકૃષ્ણ  પાર્ક    સોસાયટીના મકાનમાં સંતાડેલો  ૧૩.૧૭ લાખનો દારૃ કબજે

વડોદરા,અકોટાની રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીના એક મકાનમાંથી પોલીસે ૧૩.૧૭ લાખના વિદેશી દારૃ સાથે બે આરોપીઓને ઝડપી પાડયા છે. જ્યારે સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે.

પીસીબી પોલીસને માહિતી મળી  હતી કે, વાડી વચલી પોળમાં રહેતા રાહુલ જોશીએ તેના સાગરીત હેમંત પટેલ સાથે અકોટા રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીના મકાનમાં વિદેશી દારૃનો જથ્થો ઉતાર્યો છે. હાલમાં તેઓ દારૃ સગેવગે કરી રહ્યા છે. જેથી,પી.આઇ. સી.બી. ટંડેલની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા મકાનમાંથી રાહુલ રાજુભાઇ જોશી (રહે. નંદધામ ફ્લેટ, વચલી પોળ, વાડી) તથા હેમંત જ્યંતિભાઇ પટેલ (  હાલ રહે. રાધાકૃષ્ણ પાર્ક સોસાયટી, મૂળ રહે.આવાસ યોજનાના મકાનમાં, ભાયલી) મળી આવ્યા હતા. પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, આ દારૃનો જથ્થો રાજેશ યાદવ નામની વ્યક્તિ આપી જાય છે. જેથી, પોલીસે રાજેશ યાદવને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી દારૃની ૧,૫૪૮ બોટલ કિંમત રૃપિયા ૧૩.૧૭ લાખ તથા બે મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા૧૩.૨૭  લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.