Get The App

થાનમાં તળાવની પાળ પાસે બાવળની ઝાડીમાંથી 1 લાખનો દારૃ ઝડપાયો

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
થાનમાં તળાવની પાળ પાસે બાવળની ઝાડીમાંથી 1 લાખનો દારૃ ઝડપાયો 1 - image

દારૃના જથ્થા સાથે એક શખ્સની અટકાયત

પોલીસે મેલડી માતાજીના ઓટા નજીક રેઇડ પાડી દારૃની ૮૧૮ બોટલ જપ્ત કરી

સુરેન્દ્રનગર - થાનગઢ પોલીસે તળાવની પાળ નજીક ૧.૦૪ લાખના વિદેશી દારૃ સાથે એક શખ્સને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે પોલીસ દ્વારા આ પ્રવૃત્તિમાં સામેલ અન્ય લોકોની તપાસ શરૃ કરવામાં આવી છે.

થાનગઢ પોલીસને ખાનગી બાતમી મળી હતી કે શહેરના મેલડી માતાજીના ઓટા નજીક તળાવની પાળ પાસે બાવળની ઝાડીઓમાં ગેરકાયદેસર દારૃનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક દરોડો પાડયો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન સ્થળ પરથી પ્રકાશભાઈ લાલજીભાઈ સોલંકી નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે ઘટનાસ્થળેથી વિદેશી દારૃની ૮૧૮ બોટલ જપ્ત કરી (કિં.રૃ.૧,૦૪,૭૨૦) આરોપી પ્રકાશ સોલંકી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.