Gujarat

ભારેલની સીમમાં હોટલના પાર્કિગમાં ટ્રકમાંથી 1.51 કરોડનો દારૂ પકડાયો

By GS TEAM
1 Feb 20261 min read
ભારેલની સીમમાં હોટલના પાર્કિગમાં ટ્રકમાંથી 1.51 કરોડનો દારૂ પકડાયો

- પોલીસ આવતા ટ્રક ચાલક નાસી છૂટયો 

- કણકી ભરેલા કટ્ટાની નીચેથી દારૂની 968 પેટીઓ મળી, દારૂ, ટ્રક સહિત 1.66 કરોડનો મુદ્દામાલ જપ્ત 

આણંદ :  પેટલાદના ભારેલ ગામની સીમમાં આવેલા એક હોટલના પાકગમાં પાર્ક કરેલી ટ્રકમાં ચોખાની કણકી ભરેલી કોથળીઓની આડમાં છુપાવી લઈ જવાતો રૂપિયા ૧.૫૧ કરોડનો વિદેશી દારૂનો જથ્થો આણંદ એલસીબી પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે વિદેશી દારૂની ૯૬૮ નંગ પેટીઓ તથા ટ્રક અને કણકી ભરેલી કટ્ટા મળી કુલ રૂપિયા ૧.૬૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

તાલુકાના ભારેલ ગામની સીમમાં સહયોગ હોટલના સંકુલમાં ટ્રક પડી હોવાની બાતમી આધારે તપાસ કરી હતી. એમસી પાર્સિગની ટ્રકમાં તપાસ કરતા ચાલક નાસી છૂટયો હતો. ટ્રકના પાછળના ભાગે તપસા કરતા કણકીના કટ્ટા ભર્યા હતા. કટ્ટા હટાવીને તપાસ કરતા નીચેથી વિદેશી દારૂનો પેટીઓ મસમોટો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકમાંથી ૧.૫૧ કરોડની દારૂની ૯૬૮ પેટી મળતા પોલીસે જપ્ત કરી હતી. 

પોલીસે વિદેશી દારૂ, ટ્રક, કણકી ભરેલા કટ્ટા સહિત ૧.૬૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટ્રક ચાલક સામે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને હોટલના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.