Get The App

લીંબડી નગરપાલિકા દ્વારા 6 દિવસીય 'સ્વદેશી મેળા'નું ભવ્ય આયોજન

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
લીંબડી નગરપાલિકા દ્વારા 6 દિવસીય 'સ્વદેશી મેળા'નું ભવ્ય આયોજન 1 - image

- સ્થાનિક કારીગરો અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા

- હાથે વણેલા કાપડ, માટીના વાસણો અને કાઠિયાવાડી વાનગીઓના સ્ટોલ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા

લીંબડી : લીંબડી નગરપાલિકા દ્વારા સ્થાનિક કલા અને સંસ્કૃતિને વેગ આપવા ભીમનાથ સોસાયટી પાસે છ દિવસીય 'સ્વદેશી મેળાદ (શોપિંગ ફેસ્ટિવલ)નું આયોજન કરવામાં આવ્યું છે. 

આ મેળાનું ઉદઘાટન નિમ્બાર્ક પીઠના મહંત લાલદાસજી બાપુ, પાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ અને અગ્રણી પ્રકાશભાઈ સોનીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ હસ્તકલા અને 'વોકલ ફોર લોકલ' અભિયાનને પ્રોત્સાહન આપવાનો છે.

મેળામાં હાથે વણેલા પોશાકો, ભરતકામ, માટીના કલાત્મક વાસણો, શુદ્ધ મસાલા અને ખેતીની પેદાશોના વિવિધ સ્ટોલ્સ ઉભા કરાયા છે. મધ્યસ્થીઓ વિના ગ્રાહકો સાથે સીધો સંવાદ થવાથી સ્થાનિક કારીગરોને ઉત્પાદનોના યોગ્ય ભાવ મળી રહ્યા છે. શહેરીજનોમાં ચાઈનીઝ વસ્તુઓને બદલે સ્વદેશી ચીજોની ખરીદી માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ આયોજનથી સ્થાનિક અર્થતંત્ર મજબૂત બનવા સાથે નવી પેઢીને ભારતીય વિરાસતનો પરિચય મળી રહ્યો છે.