Gujarat

નવરાત્રિના પહેલા નોરતે વરસાદનું વિઘ્ન, ગુજરાતમાં 6 દિવસની હવામાન વિભાગની આગાહી

By GS TEAM
16 Sep 20251 min read
TukuTouch Logo
ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ છે, ત્યારે હવામાન વિભાગે હજુ 6 દિવસ વરસાદની આગાહી છે. 22 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, ત્યારે નવરાત્રિમાં ખેલૈયાઓને વરસાદનું વિઘ્ન નડી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવરાત્રિના પહેલા નોરતે વરસાદનું વિઘ્ન, ગુજરાતમાં 6 દિવસની હવામાન વિભાગની આગાહી

Rain Forecast Gujarat : ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ છે, ત્યારે હવામાન વિભાગે હજુ 6 દિવસ વરસાદની આગાહી છે. 22 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, ત્યારે નવરાત્રિમાં ખેલૈયાઓને વરસાદનું વિઘ્ન નડી શકે છે. 


હવામાન વિભાગ મુજબ, આવતીકાલે બુધવાર(17 સપ્ટેમ્બર)થી 22 સપ્ટેમ્બર સુધી રાજ્યના 28 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

આ પણ વાંચો: 'પંખા એવા ફર્યા કે 11 લાખની કિંમતનું દૂધ ઉડી ગયું', જીગ્નેશ મેવાણીનો કોદરામની દૂધ ઉત્પાદક મંડળી પર વ્યંગાત્મક પ્રહાર


6 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 6 દિવસ હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદ, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે ધીમીધારે વરસાદ વરસી શકે છે.