Gujarat

ગુજરાતને ફરી ધમરોળશે મેઘરાજા, આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

By GS TEAM
13 Sep 20251 min read
TukuTouch Logo
ગુજરાતમાં સપ્ટેમ્બર, 2025ની શરુઆતમાં કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. થોડા દિવસથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં આવતીકાલે રવિવાર(14 સપ્ટેમ્બર)થી આગામી 6 દિવસ રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતને ફરી ધમરોળશે મેઘરાજા, આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Rain Forecast Gujarat : ગુજરાતમાં સપ્ટેમ્બર, 2025ની શરુઆતમાં કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. થોડા દિવસથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં આવતીકાલે રવિવાર(14 સપ્ટેમ્બર)થી આગામી 6 દિવસ રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.


આગામી 6 દિવસ હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગ મુજબ, આગામી 14 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી ગુજરાતના તમામ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન રાજ્યમાં 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

17થી 19 સપ્ટેમ્બરની આગાહી

17 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં અને કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. 


આ પણ વાંચો: સોસાયટીઓમાં વરસાદી પાણીના સંગ્રહના કામ માટે MLA પોતાની ગ્રાન્ટમાંથી આપી શકશે 20% ફાળો

18-19 સપ્ટેમ્બરની વાત કરીએ તો, આ બંને દિવસ દરમિયાન મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ અને કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.