Get The App

વાઘોડિયામાં ફરી દીપડો ત્રાટક્યો, માડોધર ગામે વાછરડાનું મારણ કર્યું

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
વાઘોડિયામાં ફરી દીપડો ત્રાટક્યો, માડોધર ગામે વાછરડાનું મારણ કર્યું 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં ફરી એકવાર દીપડાએ દેખા દેતાં ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો છે.

અગાઉ જુદાજુદા ગામોમાં ત્રાટકતો દીપડો આ વખતે માડોધર ગામે ત્રાટક્યો હતો અને એક વાછરડાનું મારણ કર્યું હતું.ગ્રામજનોએ આ અંગે ફોરેસ્ટ વિભાગ સમક્ષ પાંજરું મુકવા માગણી કરી છે.

હાલમાં જ ચાર્જ લેનાર આરએફઓ એસપી ભાભોરે કહ્યું હતું કે,અમે દીપડાને પકડવા માટે એક ટીમ બનાવી છે અને પાંજરું મૂકી તેના  પર નજર રાખીશું.