Gujarat

VIDEO | રોડ અકસ્માતમાં સિંહ બાદ દીપડાનું મોત! ધંધુકા-ફેદરા રોડ પર ખાડામાંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો

By GS TEAM
18 Feb 20261 min read
TukuTouch Logo
અમરેલી સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અકસ્માતમાં સિંહ-દીપડાના મોતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ધંધુકા-ફેદરા રોડ પર ખાડમાંથી દીપડાનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું હતું. અકસ્માતમાં દીપડાનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે, ત્યારે આ મામલે વન વિભાગની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | રોડ અકસ્માતમાં સિંહ બાદ દીપડાનું મોત! ધંધુકા-ફેદરા રોડ પર ખાડામાંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો

Leopard Found Dead Near Dhandhuka-Fedra Road : અમરેલી સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અકસ્માતમાં સિંહ-દીપડાના મોતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ધંધુકા-ફેદરા રોડ પર ખાડમાંથી દીપડાનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું હતું. અકસ્માતમાં દીપડાનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે, ત્યારે આ મામલે વન વિભાગની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.


ધંધુકા-ફેદરા રોડ પર ખાડામાંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો

ધંધુકા-ફેદરા માર્ગની સાઈડમાં વખતપુર નજીક આવેલા પાણીના ખાડામાંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. મંગળવારે(17 ફેબ્રુઆરી, 2026)એ સાંજે 5 વાગ્યાની આસપાસ મૃતદેહ મળ્યો આવ્યો હતો. પાણીના ખાડામાં મૃતક હાલતમાં દીડપો મળી આવતા વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. 

આ પણ વાંચો: ગુજરાત બજેટ 2026: મધ્યમવર્ગ હોસ્પિટલોમાં પાયમાલ થતા અટકાવવા ખાસ જોગવાઇ, જાણો આરોગ્ય વિભાગને શું મળ્યું?

વખતપર પાટિયા નજીક આવેલા કોંક્રિટ પ્લાન્ટ સામે ઘટના ઘટી હતી. સમગ્ર મામલે વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને નાયબ મામલતદારની ઉપસ્થિતિમાં પંચનામુ રોજકામ કરવામાં આવ્યું હતું. વન વિભાગે મૃતક દીપડાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે અમદાવાદ મોકલ્યો છે. અકસ્માતથી દીપડાનું મોત થયાનો પ્રાથમિક અંદાજ છે, ત્યારે વન વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.