Get The App

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: જમીન દફતર નિરીક્ષક વર્ગ-2ની 138 જગ્યાઓનું કરાયું વિકેન્દ્રીકરણ, હવે તાલુકા કક્ષાએ જ મળશે સેવાઓ

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: જમીન દફતર નિરીક્ષક વર્ગ-2ની 138 જગ્યાઓનું કરાયું વિકેન્દ્રીકરણ, હવે તાલુકા કક્ષાએ જ મળશે સેવાઓ 1 - image


Land Record Inspector Posts Moved To Taluka Level: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા પ્રજાહિતમાં એક મહત્ત્વપૂર્ણ વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. જમીન દફતર ખાતાના સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકની કચેરી હેઠળની 'જમીન દફતર નિરીક્ષક, વર્ગ-2' (Inspector of Land Records) સંવર્ગની જગ્યાઓને જિલ્લા કક્ષાએથી વિકેન્દ્રીકૃત કરીને તાલુકા કક્ષાએ કાર્યરત કરવાનો સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. સરકારના આ પગલાથી જમીન સંબંધિત કામગીરી માટે ગ્રામ્ય અને તાલુકાના લોકોને હવે જિલ્લા મથકો સુધી લાંબા થવું નહીં પડે.

જમીન દફતર નિરીક્ષક વર્ગ-2ની 138 જગ્યાઓનું કરાયું વિકેન્દ્રીકરણ

મહેસૂલ વિભાગના ઠરાવ મુજબ, અત્યાર સુધી જમીન દફતર ખાતાની જિલ્લા કક્ષાની કામગીરી માટે સામાન્ય જનતાએ જિલ્લા મથકોએ જવું પડતું હતું. પ્રજાને તેમના રહેઠાણની નજીક જ તાલુકા કક્ષાએથી ઝડપી અને ત્વરિત સેવાઓ મળી રહે તે હેતુથી આ મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. 

હવે તાલુકા કક્ષાએ જ મળશે સેવાઓ

સરકારની સક્રિય વિચારણાના અંતે, આ સંવર્ગની કુલ 138 જગ્યાઓને વિકેન્દ્રીકૃત કરી તાલુકા કક્ષાએ કાર્યરત કરવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉના એક ઠરાવ અન્વયે 'જિલ્લા નિરીક્ષક જમીન દફતર, વર્ગ-2' (DILR)ના નામાભિધાનમાં સુધારો કરીને તેને 'જમીન દફતર નિરીક્ષક, વર્ગ-2' (Inspector of Land Records) કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત જમીન દફતર ખાતાના સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક ગાંધીનગરની કચેરી હેઠળની જમીન દફતર નિરીક્ષક, વર્ગ-2 સંવર્ગની નવી ઉભી કરેલ 177 જગ્યાઓને રાજ્ય કક્ષા/ઝોન કક્ષા/તાલુકા કક્ષાએ કાર્યરત કરવા બાબત પણ ઠરાવ કરવામાં આવ્યો છે.