Get The App

સ્નાન કરતી યુવતીનો વીડિયો ઉતારતો શ્રમજીવી પકડાયો

બાજુના મકાનમાં કડિયા કામ કરતા શ્રમજીવીએ મોબાઇલ દીવાલ પર મૂકી વીડિયો ઉતાર્યો હતો

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
સ્નાન કરતી યુવતીનો વીડિયો ઉતારતો શ્રમજીવી પકડાયો 1 - image

વડોદરાસ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતારનાર શ્રમજીવીને બાપોદ પોલીસે ઝડપી પાડી મોબાઇલ ફોન કબજે લઇ કાયદેેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજવારોડ પર  રહેતી ૨૮ વર્ષની યુવતી અપરિણીત છે. ઘરની બહાર ચોકડીમાં સ્નાન કરતી યુવતીને ખબર નહતી કે તેના ઘરની બાજુના મકાનમાં કામ કરવા આવતો શ્રમજીવી દીવાલ પર મોબાઇલ ફોન મૂકી વીડિયો ઉતારતો હતો. ત્રણ દિવસ પહેલા યુવતીને મોબાઇલ દેખાઇ જતા તેણે શ્રમજીવીને પકડી મોબાઇલ ફોન ચેક કરતા તેમાં વીડિયો મળી આવ્યા હતા. જે અંગે યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી ભૂરસિંગ સેંગલભાઇ રાઠવા ( ઉ.વ.૩૮) ની ધરપકડ કરી મોબાઇલ ફોન કબજે લીધો છે.