Gujarat

ક્ષત્રિય આંદોલનમાં વધુ એક વિવાદ: પદ્મિનીબાએ પૈસા ઉઘરાવ્યાનો આરોપ, સાઈબર સેલમાં ફરિયાદ નોંધાઈ

By GS Team
10 May 20242 mins read
This article was originally published on 10 May 2024
TukuTouch Logo
ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદને ભારે વિવાદ સર્જ્યો હતો. આ મામલે રૂપાલા સામે ક્ષત્રિય સમાજે આંદોલન શરૂ કર્યું હતું. પરંતુ આ આંદોલન સાથે જોડાયેલા પદ્મિનીબા વાળા સામે પૈસા ઉઘરાવ્યા હવોનો આરોપ લાગતા નવો વિવાદ સર્જ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્ષત્રિય આંદોલનમાં વધુ એક વિવાદ: પદ્મિનીબાએ પૈસા ઉઘરાવ્યાનો આરોપ, સાઈબર સેલમાં ફરિયાદ નોંધાઈ

Kshatriya Andolan Samiti Controversy: ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદને ભારે વિવાદ સર્જ્યો હતો. આ મામલે રૂપાલા સામે ક્ષત્રિય સમાજે આંદોલન શરૂ કર્યું હતું. પરંતુ આ આંદોલન સાથે જોડાયેલા પદ્મિનીબા વાળા સામે પૈસા ઉઘરાવ્યા હવોનો આરોપ લાગતા નવો વિવાદ સર્જ્યો છે.

મને ખોટી રીતે બદનામ કરવામાં આવે છે: પદ્મિનીબા

મળતી માહિતી અનુસાર, પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય આંદોલનની શરૂઆત કરનારા પદ્મિનીબા વાળા સામે ક્ષત્રિય આંદોલન માટે ક્ષત્રિય સમાજની મહિલાઓ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા હોવાના સંકલન સમિતિના ગ્રુપમાં મેસેજ વાયરલ થયા છે. આ મેસેજ વાયરલ થતાં પદ્મિનીબાએ સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, 'સમાજમાં મને ખોટી રીતે બદનામ કરવા માટે આ પ્રકારના મેસેજ વાઇરલ કરવામાં આવી રહ્યા છે.'  આ ઉપરાંત તેમણે આવો મેસેજ વાયરલ કરનારાઓ સામે કાર્યવાહીની પણ માંગ કરી હતી. 

રૂપાલા સામે ક્ષત્રિયોની નારાજગી યથાવત્

ગુજરાત સહિત 11 રાજ્યોમાં ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે (સાતમી મે) થયું હતું. પરંતુ ક્ષત્રિય સમાજમાં પરશોત્તમ રૂપાલાને લઈને હજુ પણ નારાજગી યથાવત્ છે. ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાન કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે 'સાત તારીખ સુધી અમારી એક જ માગ હતી અને અમે 25 દિવસ સુધી રાહ જોઈ હતી કે ભાજપ પરશોત્તમ રૂપાલાની ટિકિટ કાપો, સંકલન સમિતિ ફરીથી મળશે અને અમારી જે વાત હતી કે પરશોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીના કોઇપણ સામાન્ય હોદ્દેદાર હશે ત્યા સુધી અમે પરશોત્તમ રૂપાલા સામે વિરોધ કરીશું, કારણકે તેમણે અમારી અસ્મિતા પર ઘા કર્યો છે.'