વડોદરા,દુકાનના હિસાબના મુદ્દે તકરાર થતા યુવક પર તેના સગાએ ચપ્પાથી હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે જે.પી.રોડ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પાણીગેટ ખાટકીવાડમાં રહેતો ઓજેફ જહુરભાઇ કુરેશી તાંદલજા કિસ્મત ચોકડી પાસે નોનવેજની દુકાન ચલાવે છે. જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૩ જી તારીખે બપોરે બે વાગ્યે મારા સગાએ ઘરે આવીને જણાવ્યું હતું કે, તું ૧૫ દિવસ માટે ઉમરાવ હઝ પઢવા ગયો ત્યારે તારી દુકાન મને સોંપી હતી. તે દરમિયાનનો હિસાબ તને આવતીકાલે આપી દઇશ. ગઇકાલે સવારે પોણા દશ વાગ્યે હું તાંદલજા મારી દુકાને હતો. તે સમયે સગાએ આવીને કહ્યું હતું કે, તારો હિસાબ શું છે ? મેં તેને મારા પિતા સાથે વાત કરવાનું કહેતા તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને મને માર માર્યો હતો. દુકાનમાં પડેલા ધારદાર ચપ્પા વડે મારા પર હુમલો કરી ડાબા હાથની હથેળી પર ઇજા પહોંચાડી હતી. મેં બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇને મને બચાવ્યો હતો. તેણે જતા જતા ધમકી આપી કે, આજે તો તું બચી ગયો છે. ફરીથી સામે આવ્યો તો જાનથી મારી નાંખીશ.


