વડોદરાના ખોડીયાર નગર પાસે નજીવી બોલાચાલીમાં ચાકુથી હુમલો : યુવકને ઈજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crime : વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં નજીવી બાબતે થયેલી તકરારમાં ઉશ્કેરાયેલા યુવકે કરેલા ચાકુથી હુમલામાં અન્ય યુવકને ઈજા થઈ હતી. બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી.
હોસ્પિટલ સુત્રોએ જણાવેલી વિગત એવી છે કે શહેરના છેવાડે ગોલ્ડન ચોકડી પાસેના હાલની સમા લીંક રોડ પર આવેલી મોટનાથ રેસીડેન્સીમાં રહેતો હર્ષવર્ધન ગણેશભાઈ વાકોડે (ઉં. 26)
ગઈ બપોરે ખોડીયાર નગરની સાંઈ હોસ્પિટલ સામે, ખોડીયાર નગર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે યુવક સાથે કોઈક કારણે બોલાચાલી થઈ હતી. જેથી આવેશમાં આવીને સન્નીએ ચાકુથી કરેલા હુમલામાં યુવકને ગાલે અને હોઠ ઉપર ઈજા થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બનાવ અંગે બાપોદ પોલીસે તપાસ શરૂ કરી હતી.








