Gujarat

વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો: સુરતમાં વધુ એક ગુનો નોંધાયો

By GS TEAM
4 Dec 20252 mins read
TukuTouch Logo
સોશિયલ મીડિયા પર અવારનવાર વિવાદોમાં રહેતી અને હાલ પાસા (PASA) હેઠળ જેલના સળિયા પાછળ ધકેલાયેલી કીર્તિ પટેલને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. સુરતમાં કીર્તિ પટેલ સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાતા તેની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી.

Summarized by AI; it may make mistakes. Check important info

વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો: સુરતમાં વધુ એક ગુનો નોંધાયો

Kirti Patel controversy latest news : સોશિયલ મીડિયા પર અવારનવાર વિવાદોમાં રહેતી અને હાલ પાસા (PASA) હેઠળ જેલના સળિયા પાછળ ધકેલાયેલી કીર્તિ પટેલને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. સુરતમાં કીર્તિ પટેલ સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાતા તેની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી.

શું છે સમગ્ર મામલો? 

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના લસકાણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ રેતી અને કપચીનો વ્યવસાય કરતા વેપારી અલ્પેશ ડોંડા દ્વારા નોંધાવવામાં આવી છે.

ફરિયાદીના જણાવ્યા મુજબ, કીર્તિ પટેલે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને અપશબ્દો ઉચ્ચાર્યા હતા. આ ઉપરાંત, સોશિયલ મીડિયાના માધ્યમથી વેપારીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હોવાના ગંભીર આક્ષેપો પણ ફરિયાદમાં કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

કીર્તિ પટેલ વિરૂદ્ધ 10મો કેસ 

નોંધનીય છે કે કીર્તિ પટેલનો ગુનાહિત ઈતિહાસ લાંબો છે. આ કેસ સાથે તેના વિરુદ્ધ ગુજરાતભરમાં નોંધાયેલા ગુનાઓની સંખ્યા 10 પર પહોંચી ગઈ છે. અગાઉ પણ તેના પર મારામારી કરવી, ખંડણી માંગવી, અને સોશિયલ મીડિયા દ્વારા લોકોને બદનામ કરવા જેવા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

હાલમાં જ કીર્તિ પટેલની અસામાજિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને તેની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે અને તે જેલમાં બંધ છે. જેલમાં હોવા છતાં વધુ એક ગુનો નોંધાતા કીર્તિ પટેલ માટે જામીન મેળવવાની પ્રક્રિયા વધુ કઠિન બની શકે છે.