Get The App

તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, પ્રથમ દિવસે 10400 બોક્સની આવક

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, પ્રથમ દિવસે 10400 બોક્સની આવક 1 - image

યાર્ડ કેસર કેરીની ખુશ્બુથી મધમધી ઊઠયું

પ્રથમ બોક્સની ગૌમાતાના લાભાર્થે હરાજી કરાઇ, કેરીની ખરીદીમાંથી સૌરાષ્ટ્રભરમાંથી વેપારીઓ ઉમટયા

તાલાલા ગીર: તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની સિઝનનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે દશ કિલો ગ્રામના ૧૦૪૦૦ બોક્સની આવક થઇ હતી. વેપારી ભાઈઓએ પ્રથમ બોક્સની ગૌમાતાના લાભાર્થે હરાજી કરી હતી. આજે સારામાં સારી કેસર કેરીના એક બોકસનું રૂા.૧૨૫૦માં વેંચાણ થયું હતું. જ્યારે નબળી કેરીના ભાવ રૂા.૪૫૦ આસપાસ રહ્યા હતા.

તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજીનો આજથી પ્રારંભ પ્રારંભ થયો છે. કેસર કેરીની ખુશ્બુથી યાર્ડ મધમધી ઉઠયું હતું. તાલાલા યાર્ડમાં ગત વર્ષે પ્રથમ દિવસે દશ કિ.ગ્રા ના ૧૪૫૦૦ બોક્સની આવક થઈ હતી. અને સારામાં સારી કેસર કેરીના એક બોકસનું રૂા.૧૫૦૦ માં વેંચાણ થયું હતું. આ વર્ષે બોક્સની આવક તથા ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. યાર્ડમાં કેસર કેરીની હરાજીના પ્રથમ દિવસે  કેસર કેરી ખરીદવા સૌરાષ્ટ્રભરમાંથી કેરી તથા ફ્રુટના વેપારીઓ મોટી સંખ્યામાં ઉમટયા હતા. 

તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી નાં પ્રારંભ પ્રસંગે યાર્ડના ચેરમેન સંજયભાઈ શિંગાળા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિતના આગેવાનો ખેડૂત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, પ્રથમ દિવસે 10400 બોક્સની આવક 2 - image

- કેરીની હરાજીના રૂા. 57770 ગૌમાતાના લાભાર્થે અર્પણ

તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની  હરાજીના પ્રારંભે પ્રસંગે અલગ અલગ પાંચ પેઢીના વેપારીઓએ પ્રથમ બોક્સ ગૌમાતાના લાભાર્થે વેચાણ કરી નવી સિઝનના શ્રી ગણેશ કર્યા હતા. 

આ પાંચ પેઢી દ્રારા વેંચાણ થયેલ પ્રથમ કેરીના બોક્સની કુલ આવક રૂા.૫૭ હજાર ૭૭૦ વિવિધ ગૌશાળાની ગૌમાતાને અર્પણ કરવામાં આવી હતી.