Gujarat

જૂના ઝઘડાની અદાવત રાખી યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા

By GS TEAM
16 Sep 20251 min read
જૂના ઝઘડાની અદાવત રાખી યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા

વડોદરા,મોડી રાતે સવાદ ક્વાટર્સમાં જૂના ઝઘડાની અદાવતે યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા તે લોહીલુહાણ થઇ ગયો હતો.  વારસિયા પોલીસે આ અંગે ગુનો  દાખલ કર્યો છે.

ખોડિયાર નગર ચાર રસ્તા પાસે શીવમ  પાર્ક સોસાયટીમાં રહેતા સિદ્ધાર્થ હરેરામભાઇ સિંગ ડિલીવરી બોય તરીકે કામ કરે છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં તેણે  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારો ભાઇ ગૌરવ સમા ખાતે આવેલી મીટ્સ મસાલા કોમ્પલેક્સમાં સિક્યુરિટી તરીકે નોકરી કરે છે. ગઇકાલે રાતે પોણા ત્રણ વાગ્યે મારા મિત્ર વિજયકુમાર રામ મિલન યાદવે મને કોલ કરીને કહ્યું કે,તારા ભાઇ ગૌરવને કેટલાક લોકોએ ચપ્પુના ઘા માર્યા છે. જેથી,હું હોસ્પિટલ દોડી ગયો હતો. મારા ભાઇએ મને કહ્યું હતું કે,હું અને  વિજય મારા મિત્ર શૈલેન્દ્ર વાઘમારે તથા  અર્જુનને મળવા માટે સવાદ ક્વાટર્સ ગયા હતા. ત્યારે જૂના ઝઘડાની અદાવત રાખી સંકેત રાજ ઉર્ફે કાંચો, સુમિત મકવાણા, નિતિશ શર્મા ઉર્ફે બાબા તતા  વિશાલ ઉર્ફે ખારીએ મારી સાથે ઝઘડો કર્યો હતો.નિતિશે પથ્થર, સુમિતે પટ્ટાથી માર માર્યો હતો. વિશાલ ખારીએ મોપેડમાંથી ચપ્પુ કાઢી સંકેતને આપતા સંકેતે ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ હુમલાખોરો જાનથી મારી નાંખવાની ધમકી આપી જતા રહ્યા હતા.