Gujarat

ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ કરજણ APMC ફરી વિવાદમાં,ફોર્મ ભરતા પહેલાં મોટો જમાવડો, ભોજન સમારંભ

By GS TEAM
11 Apr 20261 min read
ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ કરજણ APMC ફરી વિવાદમાં,ફોર્મ ભરતા પહેલાં મોટો જમાવડો, ભોજન સમારંભ

વડોદરાઃ વડોદરા જિલ્લાની કરજણ એપીએમસી ફરી એકવાર આજે રાજકીય મોરચે વિવાદમાં આવી હતી.

આજે ભાજપના ઉમેદવારોના ફોર્મ ભરવાના હતા.જે નિમિત્તે ભાજપના આગેવાનોનો મોટો જમાવડો એપીએમસી ખાતે થયો હતો અને ભોજન સમારંભ પણ યોજાયો હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.

નોંધનીય છે કે,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઇ ગયા બાદ જિલ્લા ભાજપના ઉમેદવારો નક્કી કરવા સેન્સ પ્રક્રિયા પણ કરજણ એપીએમસીમાં યોજાતાં આચાર સંહિતાના ભંગના મુદ્દે વિવાદ સર્જાયો હતો.