Get The App

વહેલાલમાં મિનરલ વોટરના પ્લાન્ટના માલિક બંટી બબલીએ લાખોની છેતરપિંડી આચરી

કણભા પોલીસે તપાસ શરૂ કરી

મિનરલ વોટરના વેપારીઓ પાસેથી ઓર્ડર લઇને પાણીની બોટલનો માલ પુરો ન પાડયો હોવાનો આક્ષેપ

Updated: May 4th, 2026

GS TEAM

Google News
Google News
વહેલાલમાં મિનરલ વોટરના પ્લાન્ટના માલિક બંટી બબલીએ લાખોની છેતરપિંડી આચરી 1 - image

અમદાવાદ,રવિવાર

અમદાવાદ જિલ્લાના વહેલાલમાં મિનિરલ વોટરનો પ્લાન્ટ ધરાવતા દંપતિઅ પાલડીમાં મિનરલ વોટરનો વ્યવસાય કરતા વેપારી પાસેથી પાણીની બોટલના બોક્સનો ઓર્ડર લઇને લાખો રૂપિયા લીધા બાદ પણ પાણી સપ્લાય નહી કરીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ કણભા પોલીસ મથકે નોંધાઇ છે.  દંપતિએ અન્ય લોકો સાથે પણ નાણાં લઇને છેતરપિંડી કર્યા અંગેની શક્યતા છે.

પાલડી સુવિદ્યા ચાર રસ્તા પાસે આવેલા શુકૃત-૨  એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશ પાલડિયાએ કણભા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે રાજેશભાઇ મિનરલ વોટરની બોટલનો વ્યવસાય કરે છે. જેમાં તે સિઝનમાં મિનરલ વોટરની બોટલો તૈયાર લઇને ગ્રાહકોને સપ્લાય કરે છે. થોડા મહિના પહેલા તેમણે સિઝનમાં સમયસર મિનરલ વોટરની સપ્લાય મળી રહે તે માટે વહેલાલમા ંઆવેલા ગોપાલચલણ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં મીનરલ વોટરનું પ્રોડક્શન તૈયાર કરતા નિલેશ દેલવાડીયા અને તેની પત્ની અશ્મિતાને મળ્યા હતા. તેમણે પોતાની પાસે વધુ પ્રોડક્શનની કેપેસીટી હોવાનું રહેતા રાજેશભાઇએ ૧૦ હજાર બોક્સ મિનિરલ વોટરનો ઓર્ડર આપીને એડવાન્સમાં લાખો રૂપિયા ચુકવી આપ્યા હતા. 

પરંતુ, તેમણે ઓર્ડર મુજબ મિનરલ વોટર પુરૂ પાડયું નહોતુ. એટલું જ નહી આ રીતે અન્ય  લોકો પાસેથી પણ એડવાન્સમાં નાણાં લઇને લાખોની છેતરપિંડી કરી હતી. રાજેશભાઇએ નાણાં પરત માંગતા નિલેશે તેને તેની પત્નીની છેડતીના કેસમાં ફીટ કરાવવાની ધમકી પણ આપી હતી. આ અંગે કણભા પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપી બંટી બબલી વિરૂદ્ધ અગાઉ પણ કણભા પોલીસ મથકે ગુનો નોંધાઇ ચુક્યો છે અને વધુ અન્ય ભોગ બનનારાઓ પણ દ્વારા પણ ફરિયાદ નોંધાવવામાં આવે તેવી પુરેપુરી શક્યતા છે.