Get The App

'જસ્ટિસ ઈન્ડિયા' રિપોર્ટમાં ગુજરાત ગગડીને 11મા ક્રમે પહોંચ્યું, ન્યાયાધીશોની ઘટથી ન્યાયમાં વિલંબ

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
'જસ્ટિસ ઈન્ડિયા' રિપોર્ટમાં ગુજરાત ગગડીને 11મા ક્રમે પહોંચ્યું, ન્યાયાધીશોની ઘટથી ન્યાયમાં વિલંબ 1 - image


Justice India Report: પોલીસ, ન્યાયપાલિકા, જેલ વ્યવસ્થા અને કાનૂની સહાય જેવા આધારસ્તંભો આધારે રજૂ થયેલાં ‘જસ્ટિસ ઇન્ડિયા' રિપોર્ટમાં ગુજરાતની ન્યાય વ્યવસ્થાની કાર્યક્ષમતા ઉજાગર થઈ છે. મહત્ત્વની વાત એછેકે, આ રિપોર્ટમાં ગુજરાત 11માં સ્થાને સરક્યુ છે. એવા તારણો રજૂ થયાં છેકે, ગુજરાત કરતાં કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કેરળ અને તમિલનાડુમાં ન્યાય વ્યવસ્થા વધુ કાર્યક્ષમ છે.

ગરીબોને ન્યાય નહીં!

ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ ગુજરાત માટે ચેતવણીની ઘંટડી સમાન છે. આ અહેવાલે ભાજપ સરકારના સુશાસનના દાવાઓને ખોટા ઠેરવ્યાં છે. અહેવાલ દર્શાવે છે કે કાનૂની સહાય માટે જે બજેટ ફાળવાય છે, પરંતુ પૂરતો ઉપયોગ થતો નથી. ગ્રામ્ય વિસ્તારોમાં કાનૂની ક્લિનિક અને પેરાલિગલ વોલન્ટિયરો ઘટી રહ્યા છે, પરિણામે ગરીબ નાગરિકોને ન્યાય મેળવવા વલખાં મારવા પડે છે. ભાજપ સરકારની ન્યાય વ્યવસ્થામાં માનવ સંસાધન, આયોજન અને ઈચ્છાશક્તિની નિષ્ફળતા દર્શાવે છે. ન્યાયપાલિકાનાં રેન્કિંગમાં ગુજરાત 14માં ક્રમાંકે છે.

આ પણ વાંચો: હોળીના તહેવારને જોતા રેલવે આપી ખુશખબર, પશ્ચિમ રેલવેએ 12 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવ્યા

ગુજરાતની જેલ 100 ટકાથી વધુ ભરાઈ

ગુજરાતમાં હાઈકોર્ટ જજની 38.5 નીચલી કોર્ટનાં જજની 31.1 ટકા જગ્યાઓ ખાલી છે. ગુજરાત હાઈકોર્ટનાં એક ન્યાયાધીશ પાસે સરેરાશ 4 હજારથી વધુ કેસો છે. ન્યાયધીશોની ઘટને કારણે ન્યાયમાં વિલંબ હવે વ્યવસ્થાગત સમસ્યા બની છે. એક દસકામાં ગુજરાતની જેલ 100 ટકાથી વધુ ભરાઈ છે. જેલોમાં 26.2 ટકા કેદીઓ અન્ડરટ્રાયલ છે. વષી સુધી કેસ વિના જેલમાં છે. રાજ્ય માનવ અધિકાર આયોગમાં સ્ટાફની 50 ટકા અને તપાસ અધિકારીઓની 35 ટકા જગ્યા ખાલી છે જેથી ગુજરાત 20 ક્રમાંક સાથે તળિયાનું સ્થાન મેળવ્યું છે.

વર્ષ 2022માં ગુજરાત ચોથા સ્થાને હતું જે વર્ષ 2025માં ભાજપ શાસિત ગુજરાત સીધુ 11મા ક્રમે પહોચ્યું છે. આ માત્ર રેન્કિંગનો ઘટાડો નહીં, પરંતુ ભાજપ સરકારની ન્યાય વ્યવસ્થામાં માનવ સંસાધન, આયોજન અને ઈચ્છાશક્તિની નિષ્ફળતા દર્શાવે છે. કોંગ્રેસ માંગ કરી છે કે, પોલીસ તંત્રમાં, ન્યાયપાલિકામાં અને માનવ અધિકાર આયોગમાં ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે, કાનૂની સહાય વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવે અને નાગરિકોને સરળતાથી ન્યાય મેળવી શકે તે સુનિશ્ચિત કરવામાં આવે.